નવી દિલ્હીઃ Ranbir Kapoor Rashmika Mandanna Movie Animal: રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'એનિમલ' રિલીઝ થઈ ત્યારથી જ હેડલાઈન્સમાં છે. જબરદસ્ત એક્શનથી ભરપૂર એનિમલે સાબિત કર્યું કે તે સામૂહિક મનોરંજન કરનાર છે. આ ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સથી લઈને સ્ટીમી રોમેન્ટિક સીન્સ સુધી બધું જ છે. CBFCએ તેને A પ્રમાણપત્ર સાથે પાસ કર્યું છે. દરમિયાન, આ ફિલ્મ એક અભિનેત્રી માટે પણ ચર્ચામાં છે.
સંદીપ રેડ્ડી વાંગા દ્વારા દિગ્દર્શિત 'એનિમલ' એ રિલીઝ થતાં જ સિનેમાઘરોમાં ધૂમ મચાવી દીધી છે. એનિમલના તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. દર્શકો એનિમલ માટે ક્રેઝી થઈ ગયા છે અને તેને ધ્યાનમાં રાખીને મેકર્સ વહેલી સવારથી મોડી રાત સુધી ફિલ્મના શો ચલાવી રહ્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદ તેના ઘણા સીન ચર્ચામાં છે. સીબીએફસીએ ફિલ્મમાં પહેલાંથી જ પાંચ કટ કર્યા હતા, આ પછી પણ ફિલ્મમાં આવા ઘણા સીન હતા, જેણે દર્શકોમાં ઉત્તેજના પેદા કરી હતી. એનિમલમાં રણબીર કપૂરના ન્યૂડ સીનથી લઈને તેના રશ્મિકા મંદન્ના સાથે લિપ લોક અને સ્ટીમી રોમેન્ટિક દ્રશ્યે દર્શકોમાં હલચલ મચાવી છે.
પરંતુ, આ બધાની વચ્ચે એક અભિનેત્રીની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ અભિનેત્રી ફિલ્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે અને ખાસ વાત એ છે કે રશ્મિકા ઈન્રનેટ સેન્સેસનની હાજરી હોવા છતાં આ અભિનેત્રીએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી છે. આ અભિનેત્રીએ ફિલ્મમાં રણબીર કપૂર સાથે ખૂબ જ ઈંટેસ રોમેન્ટિક દ્રશ્યો આપ્યા છે.
ફિલ્મના તેના સીન પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. આવી સ્થિતિમાં, જ્યારે કેટલાક લોકો આ અભિનેત્રી વિશે જાણવા માટે ઉત્સુક છે. જો તમે પણ એનિમલને જોઈ હશે અને જાણવા માગો છો કે આ બ્યુટી કોણ છે જેણે ફિલ્મમાં રણબીર કપૂર સાથે ઈન્ટીમેટ સીન આપ્યો હતો, તો ચાલો તમને જણાવીએ.
આ અભિનેત્રી છે તૃપ્તિ ડિમરી, જેણે એનિમલમાં રણબીર કપૂર સાથે લિપ લોકથી લઈને ખૂબ જ ઈન્ટીમેટ સીન્સ આપ્યા છે. અભિનેતા સાથે તૃપ્તિની કેમેસ્ટ્રી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ઘણા યુઝર્સે તૃપ્તીની સરખામણી રશ્મિકા સાથે કરી છે અને એમ પણ કહ્યું છે કે તે તેમના કરતા સારી છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે ફિલ્મમાં રશ્મિકા નહીં પરંતુ તૃપ્તિ મુખ્ય ભૂમિકામાં હોવી જોઈતી હતી.
તૃપ્તિ ભલે 'એનિમલ'માં તેના સીન માટે લાઇમલાઇટમાં આવી હોય, પરંતુ આ પહેલા પણ તે ઘણી વખત પોતાની મજબૂત એક્ટિંગ સ્કિલ સાબિત કરી ચૂકી છે.
તૃપ્તીએ 2017માં રિલીઝ થયેલી 'મોમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શ્રીદેવી સ્ટારર આ ફિલ્મમાં તૃપ્તિ ખૂબ જ નાની ભૂમિકામાં હતી. આ પછી તે બોબી દેઓલ, સની દેઓલ અને શ્રેયસ તલપડે અભિનીત 'પોસ્ટર બોય્ઝ'માં જોવા મળી હતી.
પરંતુ, તૃપ્તિને ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્દેશિત 'લૈલા-મજનૂન' થી ઓળખ મળી, જેમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જોકે, તેમને સૌથી વધુ લોકપ્રિયતા અપાવનારી ફિલ્મ 'બુલબુલ' હતી. 2020માં રિલીઝ થયેલી બુલબુલની વાર્તા તૃપ્તિની આસપાસ ફરે છે.
હાલમાં જ તૃપ્તિ 'કાલા'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે ગાયકની ભૂમિકા ભજવી હતી અને આમાં દિવંગત અભિનેતા ઈરફાન ખાનનો પુત્ર બાબિલ ખાન પણ તેની સાથે જોવા મળ્યો હતો. પરંતુ, અત્યાર સુધી તૃપ્તિ મુખ્ય પ્રવાહની ફિલ્મોના દર્શકોમાં પોતાની ઓળખ બનાવી શકી નથી. જોકે, એનિમલ રિલીઝ થયા બાદ હવે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે