Home> Entertainment
Advertisement
Prev
Next

Anita Hassanandani એ પુત્રને આપ્યો જન્મ, પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અનિતા હસનંદાની માતા બની છે. તેણે 9 ફેબ્રુઆરીના એક પુત્રને જન્મ આપ્યો છે. એક દિવસ પહેલા અનિતાના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા

Anita Hassanandani એ પુત્રને આપ્યો જન્મ, પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર શેર કર્યા Photos

મુંબઇ: ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ અનિતા હસનંદાની માતા બની છે. તેણે 9 ફેબ્રુઆરીના એક પુત્રને જન્મ આપ્યો છે. એક દિવસ પહેલા અનિતાના પતિ રોહિત રેડ્ડીએ સોશિયલ મીડિયા પર એક સુંદર તસવીર દ્વારા ફેન્સ સાથે આ સારા સમાચાર શેર કર્યા હતા. આ સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો અને ટીવી ઇન્ડસ્ટ્રીના તેમના મિત્રો સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવી રહ્યા છે.

fallbacks

સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કરવાની સાથે રોહિતે લખ્યું- ઓહ બોય! તસવીરમાં તમે જોઇ શકો છો કે, રોહિત, અનિતાના ગાલ પર કિસ કરતો જોવા મળી રહ્યો છે અને અનિતા બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. સાથે જ તારીખ લખી છે, 9 ફેબ્રુઆરી 2021.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rohit Reddy (@rohitreddygoa)

આ પણ વાંચો:- Oscars 2021 માં સામેલ થઈ Ekta Kapoor ની આ ફિલ્મ, લોકો થયા આશ્ચર્યચકિત

એક્તા કપૂરે આ રીતે પાઠવ્યું અભિનંદન
ત્યારે આ સમાચાર સામે આવ્યા બાદ અનિતાની ખાસ મિત્ર અને ટીવી ક્વીન કહેવાતી એકતા કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સેલ્ફી શેર કરી છે. આ સાથે જ તેણે લખ્યું, બાળક! હું પણ પેરેન્ટ છૂં. આંટ પેરેન્ટ. આ સાથે જ તેણે અનિતા અને રોહિતને અભિનંદન પાઠાવ્યા.

આ પણ વાંચો:- જેઠાલાલને બબીતાએ ખરી-ખોટી સંભળાવી, અય્યરે ધક્કો મારી ઘરમાંથી હાંકી કાઢ્યા

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Erk❤️rek (@ektarkapoor)

અનિતાના પુત્રને કહ્યો ભાણો
એકતા આ વીડિયોમાં અનિતાને ત્રણ વખત પોઝ આપવાનું કહે છે. અનિતા વિક્ટ્રી સાઈન દેખાડી પોઝ આપી રહી છે. ત્યાર બાદ એક્તા માસ્ક હટાવીને પુત્ર માટે અભિનંદન પાઠવી રહી છે અને કહે છે. મારો ભાણો છે. એકતા કપૂરે આ વીડિયોને શેર કરતા લખ્યું છે, જ્યારે તમને અહેસાસ થયા છે કે, તમે કામ અને લવલાઇફને લઇને વાત કરી શકશો નહીં પરંતુ હવે બાળકની વાત થશે.

આ પણ વાંચો:- આ રીતે ચાલતો હતો ગંદા Video નો વેપલો, અભિનેત્રી એક પોર્ન વીડિયો માટે આપતી હતી અધધધ..રૂપિયા

fallbacks

મમ્મી ડેડી ક્લબમાં કર્યું અનિતા-રોહિતનું સ્વાગત
એકતાએ વધુમાં લખ્યું છે કે, અનિતા અને રોહિત અભિનંદન અને મમ્મી ડેડી ક્લબમાં સ્વાગત છે. એકતા કપૂરની આ પોસ્ટ પર શ્રુતિ શેઠ, વર્દા ખાન એસ નડિયાદવાલા, નિક્કી વાલિયા, ડિઓને પાંડે અને સયનતાની ઘોષ સહિત ઘણા ટીવી સેલિબ્રિટી અને પ્રોડ્યૂસર્સે અનિતા હસનંદાનીને અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો:- Rajiv Kapoor ના અંતિમ સંસ્કાર: રણબીર કપૂરે આપી કાંધ, ભાવુક થયા રણધીર, જુઓ Photos

બાળક માટે તૈયાર કર્યું ખાસ ઘોડિયું
પેરેન્ટિંગ વિશે વાત કરતા તાજેતરમાં અનિતાએ કહ્યું હતું કે, હું ઘણું તૈયાર ફીલ કરી રહી છું. અમે ભેગા મળીને બાળક માટે ખાસ ઘોડિયું તૈયાર કર્યું છે. મેં ઘણા ફોટોશૂટ્સ કરાવ્યા પરંતુ સૌથી વધારે મેટરનિટી શૂટમાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More