મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં ખૂબ જટિલ બની રહ્યો છે. સુશાંતના પિતા કે.કે.સિંહે રિયા ચક્રવર્તી અને તેના પરિવાર સામે એફઆઈઆર દાખલ કરી હતી અને ઘણા ગંભીર આક્ષેપો કર્યા હતા. સુશાંતના પિતાની આ એફઆઈઆર મુજબ રિયાએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો છે. તેની એફઆઈઆર બાદ સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ પણ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી અને લખ્યું કે સત્ય હંમેશા જીતે છે.
આ પણ વાંચો:- Sushant Suicide Case: ક્યાં છે સુશાંતનો મિત્ર, ફોન પણ સ્વિચ ઓફ? SITના રડાર પર પિઠાની
અંકિતાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં સુશાંતને લગતી ઘણી વાતો શેર કરી હતી. અંકિતાએ એમ પણ કહ્યું હતું કે તે સુશાંતના અંતિમ સંસ્કારમાં શા માટે સામેલ થઇ નહોતી. અંકિતાએ કહ્યું કે તે સંજોગોમાં સુશાંતને જોઈ શકતી નથી. અંકિતાએ કહ્યું, એક પત્રકારે મને કોલ કર્યો હતો અને કહ્યું હતું કે અંકિતા સુશાંતે આત્મહત્યા કરી લીધી છે અને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
મને લાગ્યું જાણે હું સમાપ્ત થઈ ગઇ છું. મેં નક્કી કર્યું હતું કે હું તેના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકશે નહીં, કારણ કે હું જાણું છું કે જો મેં તે સંજોગોમાં સુશાંતને જોયો હોત, તો હું તે દ્રશ્ય ભૂલાવી શકતી નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે