નવી દિલ્હીઃ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથો-સાથ ટેલિવિઝન ઈન્ડસ્ટ્રી પણ એટલી જ ચર્ચામાં રહે છે. ટીવી શો ના માધ્યમથી કલાકારો કરોડો લોકો સુધી પહોંચે છે. ત્યારે ટીઆરપી વધારવાના ચક્કરમાં કોઈકને કોઈક ગતકડા કરતા રહે છે. એવામાં ટીવીમાં ચાલતા રીયાલિટી શો ના કારણે ટીઆરપીમાં ભારે ઉછાળો આવતો હોવાથી આવા શો માં હંમેશા કોઈકને કોઈક વિવાદ ઉભો કરવામાં આવતો હોય છે. ત્યારે હાલમાં જ રિયાલિટી શો ઈન્ડ્યિન આઈડલને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જેમાં મહેશ ભટ્ટીની સુપરહીટ ફિલ્મ આશિકીની જોડી આ શો ના સેટ પર આવી હતી. રાહુલ રોય અને અનુ અગ્રવાલને જોઈને દર્શકો પણ જુમી ઉઠ્યાં હતાં. પણ એના પછી જે થયું એનાથી એક નવી બબાલ ઉભી થઈ.
અનુ અગ્રવાલે મીડિયા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, 'સાચું કહું તો હું ઘણી જ દુઃખી છું. મેં શોમાં જે પણ કહ્યું તે પ્રેરણાદાયી હતું, પરંતુ લોકો સુધી આ મેસેજ પહોંચ્યો જ નહીં. મને મારી ચિંતા નથી, પરંતુ મારા શબ્દો બતાવવામાં ના આવ્યા તે વાતની પરવા છે. અમે લોકો પાસેથી પ્રેરણા લઈએ છીએ, આપણે તમામ હીરો છીએ. હું આ માટે કોઈને જવાબદાર ઠેરવવા માગતી નથી. મારા મનમાં શો સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે પ્રેમ છે.'
અનુએ વધુમાં કહ્યું હતું કે તે જ્યારે સ્ટેજ પર આવી તો લોકોએ તાળીઓ પાડીને તેનું સ્વાગત કર્યું હતું. તે દર્શકોના પ્રેમથી ખુશ થઈ ગઈ હતી. તે આ સમયે ભગવાન અંગે વિચારતી હતી. કુમાર સાનુએ પણ તાળી પાડી અને તમામ લોકો ઊભા થઈ ગયા હતા. આ બધા જ સીન્સ ડિલિટ કરી દેવામાં આવ્યા છે. તે ડિફેન્સિવ ઝોનમાં જવા માગતી નથી. ચેનલને બ્લેમ કરવાની તેની ઈચ્છા નથી. તે સેલ્ફ મેડ તથા સેલ્ફ હીલ ગર્લ છે. તેના માટે યુવતીઓને મોટિવેટ કરવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે