Home> Entertainment
Advertisement
Prev
Next

જબરો ખેપાની છે અજય-કાજોલનો યુગ, લેટેસ્ટ Video જોઈને થઈ જશે ખાતરી

દેવગણપરિવાર હાલમાં એરપોર્ટ પર સાથે જોવા મળ્યો હતો

જબરો ખેપાની છે અજય-કાજોલનો યુગ, લેટેસ્ટ Video જોઈને થઈ જશે ખાતરી

મુંબઈ : બોલિવૂડમાં હાલમાં જે સ્ટારકિડની ચર્ચા છે એ તૈમુર કે અબરામ નહીં પણ અજયનો દીકરો યુગ છે. છેલ્લા કેટલાક સમયથી યુગ પોતાની ક્યુટનેસ અને તોફાની હરકતોથી મીડિયાનો લાડલો બની ગયો છે. હાલમાં અજય દેવગણ અને કાજોલ તેમના સંતાનો સાથે એરપોર્ટથી બહાર નીકળી રહ્યા છે. આ દરમિયાન યુગ દેવગણે ફોટોગ્રાફર્સને જોઈને તેમની સામે જીભ બહાર કાઢી અને હસવાનું શરૂ કરી દીધું.

fallbacks

યુગની મસ્તી જોઈને કાજોલ પણ ચોંકી ગઈ અને તેને પોતાની પાસે બોલાવી આવું ન કરવાની ના પાડી. યુગને તેની બહેન ન્યાસાએ પણ ઠપકો આપ્યો. ત્યાર બાદ કાજોલે ફોટોગ્રાફર્સને ફોટો ક્લિક ન કરવા માટે કહ્યું. 

ખેલ મંત્રી રાજ્યવર્ધન રાઠોડ દ્વારા શરૂ કરવામાં આવેલી ફિટનેસ ચેલેન્જ ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહી છે. અનેક રાજનેતા, એક્ટર્સ તેમજ ખેલાડી પોતાની ફિટનેસનો વીડિયો શેયર કરી રહ્યા છે. આ પરંપરામાં એક્ટર અજય દેવગને પોતાનો નહીં પણ પોતાના દીકરા યુગનો વીડિયો શેયર કર્યો છે જેમાં તે જિમ પ્રેકટિસથી લઈને ગુલાંટો મારતા દેખાઈ રહ્યો છે. અજય-કાજોલનો દીકરો યુગ માત્ર 7 વર્ષનો છે અને ફિટનેસ પર જબરદસ્ત કામ કરી રહ્યો છે. આ વીડિયોમાં યુગ સામે સુપરફિટ ગણાતો ટાઇગર શ્રોફ પણ ઝાંખો પડી જાય છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More