Home> Entertainment
Advertisement
Prev
Next

અનુપમ ખેરે પણ કર્યા છે બે લગ્ન, Kirron Kher છે બીજી પત્ની, છૂટાછેડા પછી પહેલી પત્ની જીવે છે આવું જીવન

Anupam Kher First Wife: મોટાભાગના લોકો અનુપમ ખેરની પત્ની તરીકે કિરણ ખેરને જ ઓળખે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે કિરણ ખેર અનુપમ ખેરની બીજી પત્ની છે. કિરણ ખેર સાથે લગ્ન કરતા પહેલા અનુપમ ખેરે અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે લવ મેરેજ કર્યા હતા.

અનુપમ ખેરે પણ કર્યા છે બે લગ્ન, Kirron Kher છે બીજી પત્ની, છૂટાછેડા પછી પહેલી પત્ની જીવે છે આવું જીવન

Anupam Kher First Wife: બોલીવુડના સફળ અને પ્રખ્યાત અભિનેતા છે અનુપમ ખેર. અનુપમ ખેર પોતાની ફિલ્મોને લઈને તો ચર્ચામાં રહે જ છે પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. મોટાભાગના લોકો અનુપમ ખેરની પત્ની તરીકે કિરણ ખેરને જ ઓળખે છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે કિરણ ખેર અનુપમ ખેરની બીજી પત્ની છે. કિરણ ખેર સાથે લગ્ન કરતા પહેલા અનુપમ ખેરે અભિનેત્રી મધુમાલતી કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેને છૂટાછેડા આપીને તેણે બીજા લગ્ન કિરણ ઠેર સાથે કર્યા હતા. 

fallbacks

આ પણ વાંચો:

કિશોર કુમારની બાયોપિકમાં રણબીર કપૂર કરશે કામ, અનુરાગ બાસુ તૈયાર કરે છે સ્ક્રિપ્ટ

Raha Kapoor ના નામે વિલ બનાવવા રણબીરની સીએ સાથે થઈ ચર્ચા, એક્ટરે ખુદ કર્યો ખુલાસો

ત્રણેય ખાન કરતાં વધારે ફિલ્મો છે અક્ષય કુમાર પાસે, આ 5 ફિલ્મો પર લાગ્યા કરોડો રૂપિયા

અનુપમ ખેરની પહેલી પત્નીનું નામ મધુમાલતી કપૂર છે મધુમાલતી પણ એક પ્રખ્યાત અભિનેત્રી છે. અનુપમ ખેર અને મધુ માલતી કપૂર કોલેજના સમયથી એકબીજાને પ્રેમ કરતા હતા. તેમણે 1979 માં લગ્ન કરી લીધા. જોકે લગ્ન પછી થોડા સમયમાં બંનેએ અલગ થવાનું નક્કી કરી લીધું. વધુ માહિતી કપૂર પણ અનુપમ ખેરની જેમ એનએસડીમાંથી આવે છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે છેલ્લે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ જોવા મળી હતી. આ પહેલા તેને ગદર, સોનુ કે ટીટુ કી સ્વીટી સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. 

અનુપમ ખેર સાથે છૂટાછેડા થયા પછી મધુ માલતીએ ડાયરેક્ટર રણજીત કપૂર સાથે લગ્ન કર્યા હતા. મધુ માલતીના બીજા લગ્ન પણ ટકી શક્યા નહીં અને તેણે ડાયરેક્ટર રણજીત કપૂરથી પણ અલગ થવાનું નક્કી કર્યું. આજે તે એકલા જીવન પસાર કરી રહ્યા છે. તેઓ આજે પણ ફિલ્મોમાં એક્ટિંગ કરે છે અને બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં જોવા મળે છે. મધુમાલતી સાથે છુટાછેડા થયા પછી અનુપમ ખેરે 1985 માં કિરણ ખેર સાથે લગ્ન કર્યા હતા. બંનેનો એક દીકરો પણ છે જેનું નામ સિકંદર ખેર છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More