Home> Entertainment
Advertisement
Prev
Next

સોનાલી બેન્દ્રે વિશે અનુપમ ખેરે લખ્યો સુપર ઇમોશનલ મેસેજ, કહ્યું કે...

હાલમાં એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ભારતથી દૂર અમેરિકામાં કેન્સર વિરૂદ્ધ લડાઈ લડી રહી છે

સોનાલી બેન્દ્રે વિશે અનુપમ ખેરે લખ્યો સુપર ઇમોશનલ મેસેજ, કહ્યું કે...

મુંબઈ : હાલમાં એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે ભારતથી દૂર અમેરિકામાં કેન્સર વિરૂદ્ધ લડાઈ લડી રહી છે. સોશિયલ મીડિયા મારફતે સોનાલીના રેગ્યુલર અપડેટ્સ મળતા રહે છે. હાલમાં સોનાલીએ પોતાના દીકરા રણવીરના બર્થ-ડે પર એક ભાવુક મેસેજ શેયર કર્યો હતો જે એક્ટ્રેસના વ્યક્તિત્વને સમજવામાં મદદ કરે છે. હવે સોનાલીને લઈને અનુપમ ખેરે એક ભાવુક મેસેજ શેયર કર્યો છે. 

fallbacks

અનુપમ ખેર હાલમાં જ ન્યૂયોર્કમાં હતા. અનુપમે પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, “મેં સોનાલી બેન્દ્રે સાથે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. મુંબઈમાં ઘણીવાર અમે સોશિયલ ઈવેન્ટમાં મળ્યા છીએ. સોનાલી ખુશમિજાજ અને શ્રેષ્ઠ વ્યક્તિ છે. જો કે, છેલ્લા 15 દિવસની વાત છે જ્યારે મને સોનાલી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવાનો મોકો મળ્યો. અને હું સરળતાથી કહી શકું છું કે, તે મારી હીરો છે.”

હાર્ડ ગ્રેડ કેન્સરનો સામનો કરી રહેલી સોનાલી બેન્દ્રે અત્યારે ન્યૂયોર્કની હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. સોનાલી બેન્દ્રે સતત પોતાની તસવીરો શેયર કરતી રહે છે. હાલમાં તે ભારે મક્કમ મનથી રોગનો સામનો કરી રહી છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More