Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama Update: લોકપ્રિય ટીવી શો 'અનુપમા'માં આ અભિનેત્રીની થશે એન્ટ્રી, સીરિયલમાં આવશે ટ્વિસ્ટ

દર્શકોની પ્રથમ પસંદ બનેલા ટીવી શો અનુપમામાં હવે એક નવી અભિનેત્રીની એન્ટ્રી થવા જઈ રહી છે. 

Anupama Update: લોકપ્રિય ટીવી શો 'અનુપમા'માં આ અભિનેત્રીની થશે એન્ટ્રી, સીરિયલમાં આવશે ટ્વિસ્ટ

નવી દિલ્હીઃ ટીઆરપી લિસ્ટમાં ટોપ રહેનાર ટીવી શો અનુપમા (Anupama) માં સતત નવા ટ્વિસ્ટ એન્ડ ટર્ન જોવા મળી રહ્યાં છે. શોટના રૂટીન દર્શક જણાવે છે કે કઈ રીતે શોમાં અનુપમા  (Anupama)  ની સારવાર કરનાર ડોક્ટરની એન્ટ્રી થઈ છે અને થોડા સમય બાદ આ પાત્ર શોમાંથી ગાયબ થઈ ગયું. હવે આ રીતે ફેન્સને શોમાં એક નવી એન્ટ્રી મળી શકે છે.  

fallbacks

શોનો ભાગ બનશે સુનીતા રાય
ઝી ન્યૂઝની અંગ્રેજી વેબસાઇટ ઈન્ડિયા ડોટ કોમે ટેલીચક્કરના એક રિપોર્ટના હવાલાથી જણાવ્યં કે જલદી ટીવી અભિનેત્રી સુનીતા રાય (Sunita Roy) આ સુપરહિટ શોનો ભાગ બનવા જઈ રહી છે. શોમાં તેની ભૂમિકા શું હશે અને તેની એન્ટ્રી કઈ રીતે કરાવવામાં આવશે તો વિશે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. માનવામાં તે પણ આવી રહ્યું છે કે સુનીતાની એન્ટ્રી બાદ શોની કહાનીમાં નવું ટ્વિસ્ટ જોવા મળશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

હાલના દિવસોમાં શોમાં શું ચાલે છે?
મહત્વનું છે કે સુનીતા ટીવી શો બાય-બાયમાં પોતાના કમાલના પાત્ર માટે જાણીતી છે. મહત્વનું છે કે આ સમયે ટીવી શો અનુપમાની કહાની ખુબ ગુંચવડા સાથે પસાર થઈ રહી છે. શોમાં જલદી ફેન્સને પરિવારનું વિભાજન થતું જોવા મળી શકે છે અને તેનું કારણ બનશે રાખી બેન. રાખી પોતાની પુત્રીને શાહ પરિવારથી દૂર કરવા માટે આમ કરી રહી છે.

આ પણ વાંચોઃ દેડકો બનવાની લ્હાયમાં આ અભિનેત્રી પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ? photo વાયરલ થયો

અનુપમા દેખાડશે નવો કરિશ્મા
હાલના એપિસોડમાં રાખી બેન વનરાજના કાફેમાં તમાશો કરતી જોવા મળી રહી છે અને હંમેશાની જેમ તેનાઘરના સભ્યોને સાચુ-ખોટુ સંભળાવ્યું છે. પરંતુ હવે જોવાનું રહેશે કે રાખીની ચાલ સફળ થશે અથવા અનુપમા નવો કોઈ કરિશ્મા કરી પોતાના પરિવારને બચાવવામાં સફળ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More