Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama: 'અનુપમા'ના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?

Anupama: 'અનુપમા'ના ચાહકો માટે આઘાતજનક સમાચાર, આ દમદાર કલાકારે શોને કર્યું અલવિદા, હવે શું થશે પાત્રનું?

અનુપમા સીરિયલ લોકોને ખુબ ગમતી સીરિયલોમાંથી એક છે. તેના દરેક પાત્રનો એક અલગ ચાહક વર્ગ છે. અનુપમા સીરિયલની જેમ જ કલાકારોના જીવનમાં પણ આજકાલ અનેક નવાજૂની જોવા મળી રહી છે. સીરિયલના લીડ કલાકાર રૂપાલી ગાંગુલી વિશે અચાનક એવા સમાચાર આવ્યા કે તેણે ભાજપ જોઈન કર્યું અને લોકસભા ચૂંટણીમાં પ્રચાર પણ કરશે. પરંતુ હવે જે સમાચાર આવી રહ્યા છે તે કદાચ ચાહકો માટે આઘાતજનક હશે કારણ કે સીરિયલમાં મહત્વના પાત્રો ભજવી રહેલા કલાકારોમાંથી એક કલાકારે આ શોને અલવિદા કરી છે. 

fallbacks

આ  કલાકારે છોડ્યો શો
દર્શકોના ફેવરિટ શો અનુપમાથી આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અનુપમાના મોટા પુત્ર તોષુની ભૂમિકા ભજવનાર કલાકાર આશીષ મલ્હોત્રાએ આ શોને અલવિદા કર્યું છે. છેલ્લા 4 વર્ષથી તે ટીવીના નંબર વન શોમાં કામ કરી રહ્યો હતો. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ લખીને શો છોડવા અંગે જાણકારી આપી છે. શોમાં આશીષે રૂપાલી ગાંગુલીના મોટા પુત્રની ભૂમિકા ભજવી છે. ઓનસ્ક્રીન માતા સાથે તેવું બોન્ડ લોકોને ઘણું પસંદ પડ્યું હતું. રૂપાલી અને આશીષ વચ્ચે રિયલ લાઈફમાં પણ સારા સંબંધ છે. 

આશીષે શોને અલવિદા કર્યા બાદ હવે એ ચર્ચા થઈ રહી છે કે શું તેના પાત્રનો હવે અંત આવશે કે પછી કોઈ અન્ય કલાકાર આ અભિનેતાને રિપ્લેસ કરશે. અભિનેતાએ પોસ્ટમાં કો સ્ટાર્સ સાથેના ફોટા શેર કર્યા છે. જેમાં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, મુસ્કાન સહિત અન્ય કલાકારો પણ જોવા મળી રહ્યા છે. આશીષે પોસ્ટમાં જણાવ્યું છે કે કેવી રીતે શોમાં તોષુની જર્ની ઉતારચડાવવાળી રહી. તેણે પોતાના પાત્રના દરેક ફેઝને ખુલીને એન્જોય કર્યું હતું. 

આશીષે પોસ્ટમાં લખ્યું છે  કે આ પાત્ર મારી રિયાલિટી કરતા ઉલ્ટુ હતું આથી તેને ભજવવું મારા માટે વધુ પડકારજનક હતું. રોલર કોસ્ટર રાઈડ હતી. તોષુની શું જર્ની રહી. કોલેજ ટોપર, એમબીએ ગોલ્ડ મેડલિસ્ટ, રિબેલ ચાઈલ્ડ, ભાગીને લગ્ન કરનારો લવર, પોતાની જ બાળકીની ચોરી કરીને ભાગી જનારો, સાસુનો ગુલામ...શું શું નથી કર્યું યાર આ જર્નીમાં. પરંતુ તોષુનો તેના પપ્પા પ્રત્યેનો પ્રેમ આ જર્નીમાં મારા માટે ખુબ જ સ્પેશિયલ રહ્યો. તેણે મારી આંખોમાં આંસુ લાવી દીધા. 

અભિનેતાએ આ જર્નીમાં તેની સાથે જોડાયેલા લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. કહ્યું કે આ સંબંધ જીવનભર તેની સાથે રહેશે. તેણે પોતાની સેકન્ડ ફેમિલી ઓડિયન્સ માટે લખ્યું કે- "મને આટલી નફરત કરવા બદલ આભાર, જેના કારણે હું તમારા પ્રેમની ફીલ કરી શક્યો અને હંમેશા કનેક્ટ રહ્યો." ફેન્સને આશા છે કે તેઓ આશીષને જલદી સ્ક્રીન પર જોશે. અનુપમા પહેલા અભિનેતાએ ઈશ્ક મે મરજાવા, અદાલત, દહલીઝ, લવ બાય ચાન્સ જેવા શો કર્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More