Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: અનુપમામાં કોની થવાની છે ધમાકેદાર એન્ટ્રી...ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

Anupamaa Latest Update: રૂપાલી ગાંગુલી અભિનિત શો અનુપમા હાલ ટીવીનો નંબર વન શો છે. હાલ શોમાં જે ટ્રેક જોવા મળી રહ્યો છે તે ખુબ રસપ્રદ બની રહ્યો છે. જલદી વાર્તામાં દર્શકોને નવો ટ્વિસ્ટ જોવા મળશે. મેકર્સ શોને વધુ રોમાંચક બનાવવા માટે કહાનીને 360 ડિગ્રી ટર્ન આપવા જઈ રહ્યા છે. 

Anupamaa: અનુપમામાં કોની થવાની છે ધમાકેદાર એન્ટ્રી...ખાસ જાણો લેટેસ્ટ અપડેટ

રૂપાલી ગાંગુલી અભિનિત શો અનુપમા હાલ ટીવીનો નંબર વન શો છે. હાલ શોમાં જે ટ્રેક જોવા મળી રહ્યો છે તે ખુબ રસપ્રદ બની રહ્યો છે. જલદી વાર્તામાં દર્શકોને નવો ટ્વિસ્ટ જોવા મળશે. મેકર્સ શોને વધુ રોમાંચક બનાવવા માટે કહાનીને 360 ડિગ્રી ટર્ન આપવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં જો કે 5થી 6 વર્ષના લીપની વાતો થઈ રહી હતી જેના પર રાજન શાહીએ શું કહ્યું તે પણ તમારે જાણવું જોઈએ. આ ઉપરાંત એક રસપ્રદ પાત્રની પણ એન્ટ્રી થવાની છે. 

fallbacks

અનુપમામાં હાલ એવું દેખાડવામાં આવી રહ્યું છે કે અનુપમા અને અનુજ કાપડિયા અલગ થઈ ગયા. માયા, બરખા અને વનરાજની તિકડી તેમની વચ્ચે ગેરસમજ ફેલાવવામાં કોઈ કસર બાકી રાખતી નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું કહેવાઈ રહ્યું છે કે શોને પાંચ વર્ષ આગળ લઈ જવામાં આવશે. 5-6 વર્ષ બાદ અનુપમા અને અનુજ અલગ અલગ પોતાના જીવનમાં ખુશ દેખાડવામાં આવશે. જો કે શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આ અંગે એક પોર્ટલ સાથે વાતચીતમાં મોટો ખુલાસો કર્યો છે. 

fallbacks

રાજન શાહીએ IWMBuzz સાથે વાતચીતમાં કહ્યું કે શોમાં 5-6 વર્ષનો લીપ આવવાનો નથી. સાથે સાથે એમ પણ કહ્યું કે ટાઈમ જમ્પ હશે પરંતુ 'આટલો મોટો' નહી હોય. અનુપમામાં 6 વર્ષનો લીપ નહીં હોય. અમે નવો ફેઝ લાવવા જઈ રહ્યા છે. ટાઈમમાં જંપ હશે પરંતુ મોટો નહીં. તે થોડા દિવસનો કે થોડા સપ્તાહનો હશે. 

SHEHNAAZ GILL HOT PHOTOS: શહેનાઝની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર મચાવી રહી છે ધૂમ

ઈફ્તાર પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા,શહેનાઝ ગિલ આ બોલિવૂડ સેલિબ્રિટીઓ થયા સામેલ, જુઓ PHOTO

WWE છોડી 'હોટ ક્વીન' બની હતી સ્ટાર રેસલર, જુઓ મંત્રમુગ્ધ કરી દે તેવી માદક તસવીરો

અનુપમામાં નવી એન્ટ્રી, કેટલાક લેશે વિદાય
રાજન શાહીએ અગાઉ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ પણ પ્રોડ્યુસ કરી હતી. તેમણે કહ્યું કે શોમાં કેટલાક પાત્રો ઉમેરાશે જ્યારે કેટલાકની બાદબાકી થશે. નવા એપિસોડમાં જોવા મળશે કે અનુપમામાં દર્શકોને માહી સોનીની પહેલી ઝલક જોવા મળશે. અનુપમાની ડાન્સ એકેડેમીની ધમાકેદાર શરૂઆત થવાની છે. આગામી એપિસોડમાં એ પણ જોવા મળશે કે માયાના ઈરાદાઓ પર કેવી રીતે પાણી ફરી વળવાનું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More