Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama Promo: અનુપમાને હરાવવા માટે કાવ્યાની નવી યુક્તિ, કિંજલનો કરશે ઉપયોગ

Anupama Promo: 'અનુપમા' (Anupama) ના પરિવારને તોડવા માટે કાવ્યા ગમે તે કરવા માટે તૈયાર છે. હવે કે પરિવારના એક સભ્યને પ્યાદુ બનાવી રહી છે. 

Anupama Promo: અનુપમાને હરાવવા માટે કાવ્યાની નવી યુક્તિ, કિંજલનો કરશે ઉપયોગ

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ અનુપમા (Anupama) ની કહાની આ દિવસોમાં ફિલ્મી સ્ટાઇલમાં ચાલી રહી છે. શોમાં દરરોજ નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યાં છે. બે સૌતનોની લડાઈ એટલી આગળ નિકળી ગઈ છે કે હવે માત્ર પતિ નહીં પરંતુ પરિવારના અન્ય સભ્યોને પ્યાદા બનાવવામાં આવી રહ્યાં છે. કાવ્યા (Madalsa Sharma) ઘાયલ સિંહણની જેમ છે જે હવે નવી ચાલ ચાલવા તૈયાર છે. આ ચાલથી અનુપમાનો પરિવાર વિખાય જવાનો છે. અનુપમા પોતાના પરિવારને કઈ રીતે સંભાળશે તે જોવાનું રસપ્રદ રહેશે.

fallbacks

પરિવારને વેરવિખેર કરવા ઈચ્છે છે કાવ્યા
અત્યાર સુધી જોયું કે વનરાજ અને અનુપમા બન્ને નોકરી કરવા લાગ્યા છે. અનુપમા-વનરાજ (Anupama-Vanraj) એકવાર ફરી નજીક આવી રહ્યાં છે, તેવામાં કાવ્યા સળગી ઉઠી છે. હવે તેણે અનુપમાને પહોંચી વળવા નવી રીત શોધી છે. કાવ્યાએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે. તેણે અનુપમાના પરિવારને વેરવિખેર કરવાનું શરૂ કર્યું છે અને તે માટે તે કિંજલને પ્યાદુ બનાવી રહી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rups (@rupaliganguly)

કિંજલને બનાવી પ્યાદુ
કિંજલ અનુપમાની પુત્રવધુ છે, તેવામાં કાવ્યા બન્ને વચ્ચે લડાઈ કરાવી રહી છે. સામે આવેલા પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે મોટી પુત્રવધુ કિંજલ (Nidhi Shah) ને કાવ્યા લલચાવવા લાગી છે. તે તેને અનુપમા વિરુદ્ધ ભડકાવે છે. પ્રોમોમાં દેખાડવામાં આવ્યું છે કે અનુપમા કામ પર જતા સમયે કિંજલને કહે છે કે તેણે ભોજન બનાવી દીધુ છે. માત્ર રોટલી બાકી છે અને તું જોઈ લેજે. કિંજલ આ વાત પર કંઈ કહેતી નથી. પરંતુ કાવ્યા આ વાત સાંભળે છે. 

આ પણ વાંચોઃ Mithun સાથે રોમાન્સ કરી ચૂકી છે ‘અનુપમા’ ની Rupali, હવે તેની જ વહુની બની ગઈ છે ‘સૌતન’

કાવ્યા થશે ચાલમાં સફળ
કિંજલને કાવ્યા કહે છે કે જ્યારથી અનુપમા જોબ કરવા લાગી છે ઘરને અનુપમા પાર્ટ 2 મળી દઈ છે. ત્યારબાદ સાંજે ભોજનના ટેબલ પર રોટલીના ડબ્બામાં રોટલી હોતી નથી, તેવામાં અનુપમા બોલે છે કે કિંજલબેટા રોટલી નથી બનાવી. તેના પર કિંજલ કહે છે કે દરરોજ રોટલી બનાવવી જરૂરી છે શું? અનુપમા કહે છે કે બા-બાપુજીને રોટલી ખાવાની આદત છે. ત્યારબાદ કિંજલ કહે છે કે આદત બદલી શકાય છે. 

પરિવારમાં પડશે ફૂટ
આ વાત કહી કિંજલ ભોજન ટેબલ પાસેથી જતી રહે છે. ત્યારબાદ બા-બાપુજી ટેબલ પરથી ઉભા થઈ જાય છે. અનુપમા તેનાથી પરેશાન થાય છે. દૂર ઉભેલી કાવ્યા કહે છે કે શરૂઆત છે આગળ-આગળ જુઓ શું થાય છે. અનુપમાના અપકમિંગ એપિસોડમાં ધૂમ મચવાની છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે અનુપમા શું કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More