Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama માં હવે આવશે ધબકારા વધી જાય તેવો ટ્વિસ્ટ, અનુપમા કરશે અનુજ સાથે લગ્ન?

ટીવી સીરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જવાની છે. નવા પાત્રની એન્ટ્રીથી અનુપમાની જિંદગીમાં બહાર આવવાની શરૂ થઈ ગઈ છે.

Anupama માં હવે આવશે ધબકારા વધી જાય તેવો ટ્વિસ્ટ, અનુપમા કરશે અનુજ સાથે લગ્ન?

નવી દિલ્હી: ટીવી સીરિયલ અનુપમામાં એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. અનુપમાની લાઈફ હવે સંપૂર્ણ રીતે બદલાઈ જવાની છે. નવા પાત્રની એન્ટ્રીથી અનુપમાની જિંદગીમાં બહાર આવવાની શરૂ થઈ ગઈ છે. આવામાં સવાલ એ છે કે શું અનુપમાના આવનારા એપિસોડમાં રોમેન્ટિક અંદાજ જોવા મળશે? અનુજ અને અનુપમાને નજીક આવતા રોકનારા ઘણા છે. આમ છતાં બંનેએ હાથ મિલાવી જ લીધા. આવનારા એપિસોડ્સમાં સૌથી મોટો ટ્વિસ્ટ જોવા મળશે. અનુજ અને અનુપમાની કહાની સંપૂર્ણ રીતે બદલાઈ જશે. અનુપમાની જિંદગી હવે અલગ ટ્રેક પર જવાની છે. 

fallbacks

અનુપમા વનરાજને ધક્કો મારશે
વનરાજ અનુપમા પર ગુસ્સો કરશે, પરંતુ અનુપમા તેને નજરઅંદાજ કરીને કાનમાં ઈયરપ્લગ લગાવી લેશે. વનરાજ આ જોઈને શોક થઈ જશે. અનુપમા ટોણો મારશે કે તે દરરોજ તેને વોઈસ નોટ મોકલ્યા કરે. અનુપમા એમ કહીને જતી રહેશે અને વનરાજ આગળ વધીને તેનો હાથ પકડશે તો તે તેને ઝટકો મારશે. સમર આગળ નમીને પડતા વનરાજને સંભાળશે. બા અને કાવ્યા આ જોઈને શોક્ડ રહી જશે. અનુપમા જડબાતોડ જવાબ આપશે અને પછી જતી રહેશે. 

PICS: 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ના કાર્તિકનો ગુજરાતના આ શહેર સાથે છે ખાસમખાસ સંબંધ

વનરાજને બાજુએ હડસેલી અનુજ સાથે જશે અનુપમા
બાપુજી અનુપમા સાથે વાત કરશે અને તેને સમજાવશે. અનુપમા વનરાજને અનુજ સાથે અમદાવાદથી દૂર જવા અંગે જણાવશે અને અને વનરાજ તેને રોકવાની કોશિશ કરશે. આ સાથે જ કહેશે કે તે જાય તો પાછી ન આવે. અનુપમા દીવાલ કૂદીને અનુજને મળશે અને તેની કારમાં બેસીને જતી રહેશે. વનરાજ, કાવ્યા અને બા કાળઝાળ થઈ જશે. અનુપમા અને અનુજ મંદિર પહોંચશે અને નવા કામની શરૂઆત પહેલા ભગવાનને પ્રાર્થન કરશે. 

રસ્તા પર સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી અનન્યા પાંડેની માતા, સુંદરતામાં બરાબર ટક્કર આપે છે, જુઓ PHOTOS

અનુજ પોતાની પ્રેમ કહાની સંભળાવશે
અનુજ અને અનુપમા બેસીને વાત કરશે અને ત્યારે જ એક છોકરી આવીને અનુજના વખાણ કરીને તેને હેન્ડસમ કહેશે. અનુપમા આ જોઈને હસવા લાગશે. અનુજ શરમાઈ જશે. ત્યારબાદ અનુપમા અનુજને પૂછશે કે તેણે લગ્ન કેમ નથી કર્યા. અનુજ અનુપમા સામે પોતાનું મન ખોલશે. આખી કહાની સંભળાવશે. પોતાના પ્રેમની દાસ્તાન અનુપમાનું નામ લીધા વગર જણાવશે. અનુપમા આ સાંભળીને ઈમોશનલ થઈ જશે. અનુજ અનુપમાને કહેશે કે તે ફરીથી લગ્ન કરી લે. જેના પર અનુપમા શું જવાબ આપશે તે સાંભળવા જેવી વાત હશે. અનુપમા અને અનુજની કારનો મૂશળધાર વરસાદમાં અકસ્માત થશે. આવનારો એપિસોડ ખુબ રસપ્રદ રહેવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More