Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa માં નહીં જોયો હોય એવો ટ્વીસ્ટ આવશે, વનરાજ પાર કરશે તમામ મર્યાદાઓ

ટીવી સીરિયલ 'અનુપમા'ને (Anupamaa) લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી તેની રેન્કિંગમાં ઘટાડો થયો હોવા છતાં 'અનુપમા'ની અનુપમા પ્રત્યે દર્શકોનો પ્રેમ ઓછો થયો નથી

Anupamaa માં નહીં જોયો હોય એવો ટ્વીસ્ટ આવશે, વનરાજ પાર કરશે તમામ મર્યાદાઓ

નવી દિલ્હી: ટીવી સીરિયલ 'અનુપમા'ને (Anupamaa) લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. છેલ્લા બે અઠવાડિયાથી તેની રેન્કિંગમાં ઘટાડો થયો હોવા છતાં 'અનુપમા'ની અનુપમા પ્રત્યે દર્શકોનો પ્રેમ ઓછો થયો નથી. હવે શોના રેટિંગ્સને સુધારવા માટે મેકર્સ એક નવો વળાંક લઈને આવશે.

fallbacks

સમર અને નંદિનીની સગાઈ અટકી
હમણા સુધી તમે જોઈ શકો છો કે, શાહ પરિવારને નંદિની (Angha Bhosale) ક્યારે માતા ન બની શકવાનું સત્ય જાણવા મળે છે. બાએ (Alpana Buch) સમર અને નંદિનીની સાગાઈ પર ભારે હોબાળો મચાવ્યો અને તે દરમિયાન કાવ્યાએ (Madalsha Sharma) પણ તેમનો સાથ આપ્યો. અનુપમા બધાની વિરૂદ્ધ જઈ એક જ વાત કરતી જોવા મળી રહી છે કે તેના માટે માત્ર ને માત્ર તેના બાળકોની ખુશી છે. વનરાજ અનુપમાની એકપણ વાત સાંભળતો નથી અને તને બધાની સામે અપમાની કરે છે.

આ પણ વાંચો:- Sonu Sood દર્દીનો જીવ નહીં બચાવી શકવા પર દુ:ખી, કહ્યું- હેલ્પલેસ ફીલ કરું છું

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

વનરાજને થશે ઈર્ષ્યા
આવનારા એપિસોડમાં, તમે જોશો કે વનરાજ (Sudhanshu Pandey) અદ્વૈત (Apurva Agnihotri) અને અનુપમાને (Rupali Ganguly) સાથે જોતાં ઘણી ઈર્ષ્યા કરે છે. ટૂંક સમયમાં વનરાજ અનુપમાને પણ સમજાવશે કે તે તેની અને અદ્વૈત વચ્ચેની મિત્રતા પસંદ નથી. વનરાજ અને તેના પરિવારજનો વાંરવાર તેનું દુખાડશે. વનરાજને ખરાબ લાગશે કે અનુપમાએ તેને નકારી દીધો. આવી સ્થિતિમાં વનરાજ ફરીથી નવી નોકરીની શોધ કરશે જેથી તે અનુપમાને બતાવી શકે કે તે તેના વિના કંઈ નથી.

આ પણ વાંચો:- SHAHRUKH KHAN ને આ ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 25 હજાર, જાતે વેચવી પડી હતી ટિકિટો

બીમારી વિશે જાણવા મળશે
આગામી દિવસોમાં તમે પણ જોશો કે વનરાજ તેની બધી મર્યાદાને પાર કરશે અને અનુપમા અને અદ્વૈતનાં સંબંધો પર સવાલ કરશે. આ બધું સાંભળીને અનુપમાના પગ નીચેથી જમીન સરકી જશે. અનુપમા હજી પણ પોતાની બીમારી વિશે કોઈને કહેશે નહીં, પરંતુ ટૂંક સમયમાં જ સત્ય બધાની સામે આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More