Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama Spoiler Alert: અનુપમા શોધી રહી છે પોતાના માટે ઘર, પરંતુ આ કારણથી નહીં મળે ઘર

ટીવી સીરિયલ Anupama માં આ દિવસોમાં અનુપમાના જીવનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેણીએ શાહ પરિવાર છોડી દીધો છે અને હવે તે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા જઈ રહી છે. શાહ પરિવારના કેટલાક સભ્યો અનુપમાની વિરુદ્ધ છે

Anupama Spoiler Alert: અનુપમા શોધી રહી છે પોતાના માટે ઘર, પરંતુ આ કારણથી નહીં મળે ઘર

નવી દિલ્હીઃ ટીવી સીરિયલ Anupama માં આ દિવસોમાં અનુપમાના જીવનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. તેણીએ શાહ પરિવાર છોડી દીધો છે અને હવે તે પોતાનું જીવન નવેસરથી શરૂ કરવા જઈ રહી છે. શાહ પરિવારના કેટલાક સભ્યો અનુપમાની વિરુદ્ધ છે, પરંતુ તેના પીયરના લોકો તેની સાથે ઉભા છે અને તેનો ખાસ મિત્ર અનુજ કાપડિયા પણ તેની સાથે છે.

fallbacks

અનુપમાના મનમાં હજુ પણ છે શાહ પરિવાર
આજના એપિસોડમાં તમે જોશો કે શાહ પરિવારમાં અનુપમા (Anupama) ના ગયા પછી પણ તેની જ વાત કરે છે. જ્યારે વનરાજ અને કાવ્યા અનુપમાની ટિકા કરશે ત્યારે ઘરના અડધા લોકો ખાવાનું છોડીને ચાલ્યા જશે. અનુપમા તેના પરિવારના સભ્યોની યાદ આવે છે. સાથે જ અનુપમા પણ ખુશ થશે કે તે તેના ઘરે આવી છે. અનુપમાને પહેલીવાર સૂતી બતાવવામાં આવશે.

Anupama ની વહૂ Nidhi Shah નો ગ્લેમર અવતાર,  ન્હાતા ફોટા શેર કરી ફેન્સને કર્યા પાણી-પાણી

બાને ઉશ્કેરશે કાવ્યા
ધનતેરસના દિવસે અનુપમા (Anupama) પોતાનું જીવન બદલવાનું નક્કી કરશે. બીજી બાજુ અનુપમાના જવાથી બાપુજી અને બા વચ્ચેનું અંતર વધવા લાગશે. અનુપમાની માતા તેને શાહ પરિવારથી દૂર રહેવા માટે કહેશે. બીજી તરફ, કાવ્યા ઘરમાં અનુપમાના હિસ્સાની વાતને વઇને બાને ડરાવી દેશે. કાવ્યા બાને કહેશે કે ઘરના કાગળોમાંથી અનુપમાનું નામ કાઢી નાખવું પડશે. કાવ્યા કહેશે કે તે દરેકને રસ્તામાં લાવવા માટે તેના પાવરનો ઉપયોગ કરશે.

ઈન્ટરનેટ પર આગ લગાડી! અભિનેત્રીએ બાથરૂમમાં કરાવ્યું નગ્ન ફોટોશૂટ, કોમેન્ટમાં ગંદા સવાલોનો મારો

અનુપમાને નહીં મળે ઘરે
અનુપમા (Anupama) અને સમર ઘર જોવા જશે. અનુપમા જ્યારે કહેશે કે તેના છૂટાછેડા થઈ ગયા છે, ત્યારે ઘરની માલિક ગુસ્સે થઈ જશે અને કહેશે કે તે તેને ઘર આપવા માંગતી નથી. તે મહિલા અનુપમાની શાલીનતા પર સવાલ ઉઠાવશે. આના પર અનુપમા પણ કાયદા પ્રમાણે તેમની વાત સાંભળશે અને ત્યાંથી જતી રહેશે. અનુજ જોશે કે અનુપમા ગુસ્સામાં છે.

અડધી રાત્રે અભિનેત્રી કાજલને કેમ જગાડે છે તેનો પતિ? કારણ એવું છે કે તમે કહેશો આતો સાવ...

અનુપમાને ઘરના એક ભાગમાંથી કાઢી મૂકવામાં આવશે
અનુપમા (Anupama) ગુસ્સામાં અનુજને કહેશે કે કેવી રીતે સાત ઘર જોયા છતાં તેને એક પણ ઘર નથી મળ્યું કારણ કે તે સિંગલ છે. અનુજ કહેશે કે તે તેની સાથે ઘર શોધવા જશે. આગામી એપિસોડ્સમાં તમે જોશો કે બા તેની સામે અનુપમાનું અપમાન કરશે અને કાવ્યા અનુપમાને ઘરની મિલકતમાંથી કાઢી મૂકવા માટે કાગળ બનાવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More