Home> Entertainment
Advertisement
Prev
Next

Anupama: 'અનુપમા'માં આવવાનો છે મહાટ્વિસ્ટ, આ હેન્ડસમ અભિનેતાની કિંજલના જીવનમાં થશે એન્ટ્રી!

રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ટીવી શો અનુપમામાં આ અઠવાડિયે ઢગલો ટ્વિસ્ટ આવશે. જેમાં એક ટ્વિસ્ટ તો મહાટ્વિસ્ટ હશે. . અનુપમામાં હાલના દિવસોમાં કિંજલ અને પારિતોષ વચ્ચે ડિવોર્સની વાતો થઈ રહી છે. વાત જાણે એમ છે કે આ શોમાં જલદી એક હેન્ડસમ અભિનેતાની એન્ટ્રી થવા જવાના એંધાણ છે

Anupama: 'અનુપમા'માં આવવાનો છે મહાટ્વિસ્ટ, આ હેન્ડસમ અભિનેતાની કિંજલના જીવનમાં થશે એન્ટ્રી!

સ્ટારપ્લસ પર આવતી સિરિયલ અનુપમા હાલ નીત નવા ટ્વિસ્ટના કારણે ધૂમ મચાવી રહી છે. રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના સ્ટારર અનુપમાએ ટીઆરપી યાદીમાં તોફાન મચાવી રાખ્યું છે. ગત સપ્તાહ શોની ટીઆરપી 3.1 રહી. જે જોતા માનવામાં આવી રહ્યું છે કે કિંજલ અને પારિતોષનો જે ટ્વિસ્ટ આવ્યો છે તે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યો છે. અનુપમામાં હાલના દિવસોમાં કિંજલ અને પારિતોષ વચ્ચે ડિવોર્સની વાતો થઈ રહી છે. આ બધા વચ્ચે અનુપમા સંલગ્ન એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે આ શોમાં જલદી એક હેન્ડસમ અભિનેતાની એન્ટ્રી થવા જવાના એંધાણ છે જે આગળ જઈને કિંજલ એટલે કે નિધિ શાહ સાથે કાસ્ટ થઈ શકે છે. 

fallbacks

એન્ટરટેઈન્મેન્ટથી ભરપૂર અનુપમામાં એન્ટ્રી કરનારો આ હેન્ડસમ અભિનેતા જૈન ઈમામ છે. જે અગાઉ નામકરણ દ્વારા સ્ટાર પ્લસનો ભાગ રહી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટસનું માનીએ તો જૈન ઈમામ જલદી અનુપમામાં એન્ટ્રી કરી શકે છે અને તે શોમાં નિધિ શાહ સાથે મહત્વની ભૂમિકા ભજવશે. જે પ્રકારે વનરાજ સાથે ડિવોર્સ લીધા બાદ અનુપમાના જીવનમાં અનુજની એન્ટ્રી થઈ હતી બરાબર એ રીતે પારિતોષ સાથે ડિવોર્સ બાદ કિંજલના જીવનમાં પણ કોઈ હેન્ડસમ હંક એન્ટ્રી કરી શકે છે

આવશે મહાટ્વિસ્ટ
રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્નાના ટીવી શો અનુપમામાં આ અઠવાડિયે ઢગલો ટ્વિસ્ટ આવશે. શોમાં દેખાડવામાં આવશે કે પારિતોષ પંડાલથી તેની પુત્રીને કિડનેપ કરશે અને ત્યાં પત્ર છોડીને જતો રહેશે. તોષુના આ પગલાં બાદ કિંજલ તેને ડિવોર્સ આપશે અને નવેસરથી પોતાના જીવનની શરૂઆત કરશે. આવામાં જૈન ઈમામની એન્ટ્રી સંબંધિત ખબરે ચાહકોની આતુરતા વધારી દીધી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More