મુંબઈઃ સ્ટાર પ્લસનો અનુપમા શો સૌથી પસંદગીના શોમાંછી એક છે અને આવનારા એપિસોડમાં તે બધાને ચોંકાવી દેશે.
અત્યાર સુધી આપણે જોયુ કે ખુબ હંગામા અને ડ્રામા બાદ વનરાજ અને કાવ્યાના લગ્ન થાય છે. ત્યારબાદ શાહોએ વનરાજ અને કાવ્યાને છોડી દીધા અને તેની જગ્યાએ અનુપમાની સાથે રહેવાનો નિર્ણય કર્યો. ભલે અનુપમા તે વાતથી ચિંતિત છે કે શાહોએ તેની સાથે એક નાના રૂપમમાં રહેવું પડશે, પરંતુ પરિવાર વિશ્વાસ અપાવે છે કે તે અહીં ઠીક છે.
ત્યારબાદ હવે એપિસોડમાં જોવા મળશે કે અનુપમા અને તેનો પરિવાર ગૂંગા રમત રમશે અને ત્યારે અનુપમા બેભાન થઈ જાય છે. આ તેવા સમયે આવે છે જ્યારે કાવ્યાએ વનરાજની સાથે એક રોમેન્ટિંક સાંજ માટે પોતાના રૂમને શણગાર્યો છે પરંતુ બધુ વ્યર્થ છે. અનુપમા બેભાન થઈ જાય છે અન વનરાજ સમરને 'મમ્મી' રાડ પાડતો સાંભળે છે. પછી તે કાવ્યાને દૂર ધકેલે છે અને અનુપમાને જોવા માટે નિકળી જાય છે. વનરાજ પછી સમરને ડો. અદ્વૈતને બોલાવવા માટે કહે છે. તે તેની નજીકની હોસ્પિટલમાં લઈ જાય છે જ્યાં અદ્વૈત તેને જણાવે છે કે, અનુપમાને તત્કાલ સર્જરી કરવાની જરૂર છે. આપણે સમર અને વનરાજને એક ઓપરેશન થિએટરની બહાર રડતા જોશુ જ્યારે અનુપમા જીવન માટે સંઘર્ષ કરે છે. યાદ રાખો કે અનુપમા કેન્સરથી પીડિત છે અને એક ગંભીર અવસ્થામાં છે.
હવે અનુપમાનું શું થશે? શું તેનું મોત થશે? આ એક ટ્વિસ્ટ છે જેની પુષ્ટિ માત્ર શોના મેકર્સ કરી શકે છે.
આ પણ વાંચોઃ અનુપમાના પાત્રોને તો તમે ઓળખો છો, પણ આ લોકો કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં એ ખબર છે?
અનુપમામાં રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે, મદાલતા શર્મા, અપૂર્વા અગ્નિહોત્રી, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય, પારસ કલાનાવત, આશીષ મેહરોત્રા, મુસ્કાન બામને, શેખર શુક્લા, નિધિ શાહ, અનધા ભોસલે અને તસ્નીમ શેખ છે. શોને રાજન શાહી પ્રોડ્યૂસ કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે