Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa પર બા લગાવશે અત્યંત આઘાતજનક આરોપ, કાવ્યાની નવી ચાલથી છવાશે સન્નાટો!

કરિયરમાં અનુપમા આગળ વધી રહી છે ત્યાં તેના અંગત જીવનમાં સંબંધો વેરવિખેર થતા જોવા મળશે. જેનો ફાયદો કાવ્યા ઉઠાવશે.

Anupamaa પર બા લગાવશે અત્યંત આઘાતજનક આરોપ, કાવ્યાની નવી ચાલથી છવાશે સન્નાટો!

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી, મદાલસા શર્મા અને સુધાંશુ પાંડે સ્ટારર ફેમસ ટીવી સીરિયલ અનુપમામાં હવે એક સાથે અનેક ટ્વિસ્ટ જોવા મળશે. એકબાજુ જ્યાં અનુપમાની એકેડમી શરૂ થઈ ગઈ છે, કરિયરમાં અનુપમા આગળ વધી રહી છે ત્યાં તેના અંગત જીવનમાં સંબંધો વેરવિખેર થતા જોવા મળશે. જેનો ફાયદો કાવ્યા ઉઠાવશે. કિંજલ અને પારિતોષ પણ ઘર છોડીને જતા રહેશે. 

fallbacks

કિંજલ અને પારિતોષ ઘર છોડીને જતા રહેશે
આવનારા એપિસોડમાં જોવા મળશે કે  કિંજલ અને પારિતોષ ઘર છોડીને રાખીના પેન્ટ હાઉસમાં શિફ્ટ થઈ જશે. આ વાતથી વનરાજ અને બા નારાજ થઈ જશે. જ્યારે કિંજલ પણ પારિતોષના આ નિર્ણયથી નારાજ છે કારણ કે તે અનુપમા સાથે રહેવા માંગે છે. અનુપમા પરંતુ પારિતોષના નિર્ણયમાં તેની સાથે છે અને કિંજલને સમજાવશે કે તે પારિતોષ સાથે જાય અને હસતાં હસતાં પોતાનું નવું જીવન શરૂ કરે. 

બા અનુપમાથી નારાજ થશે
આ વાતથી બા ખુબ નારાજ થાય છે અને તે આ બધા માટે અનુપમાને જવાબદાર ઠેરવશે. તેમનું કહેવું છે કે ભાગલા તો પહેલેથી જ પડી ગયા હતા. હવે અનુપમા પરિવારના પણ ભાગલા પાડી રહી છે. વનરાજ પણ પારિતોષને સમજાવવાની કોશિશ કરશે પરંતુ તે માનશે નહીં અને છેલ્લે તે અને કિંજલ નવા ઘરમાં શિફ્ટ થવા માટે નીકળી જશે. 

Bhuj: The Pride Of India: દમદાર ડાયલોગથી રૂવાડા ઊભા થઈ જશે તમારા, જુઓ શાનદાર ટ્રેલર

કાવ્યા તકનો ફાયદો ઉઠાવશે
આ વાતથી પરેશાન અને તૂટી ગયેલી અનુપમા પરિવાર સામે પોતાની જાતને સંભાળશે અને બધાને સમજાવવાની કોશિશ કરશે કે તેઓ આ નિર્ણયથી નારાજ ન થાય પરંતુ ખુશ રહે. આ સાથે જ સમર પણ આવશે અને સમગ્ર પરિવારને એકેડમી જોવા લઈ જશે. આ દરમિયાન ઘરમાં પાખી અને કાવ્યા એકલા રહેશે. આવામાં કાવ્યા તકનો ફાયદો ઉઠાવશે અને પાખીને ભડકાવવાની કોશિશ કરશે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: ઐય્યરે ઉઠાવ્યો બબીતાજી પર હાથ, બંનેએ લીધો ડિવોર્સનો નિર્ણય!

પાખીને ભડકાવશે કાવ્યા
પાખી સતત અનુપમાને ફોન કરશે. પરંતુ નેટવર્ક ન હોવાના કારણે અનુપમાનો ફોન લાગશે નહીં. આવામાં કાવ્યા પાખીને કહેશે કે અનુપમાની પહેલી પ્રાયોરિટી સમર છે અને ત્યારબાદ તે કિંજલ અને પારિતોષને ચાહે છે અને પછી નંદિનીને. આ સાથે પાખીને કહેશે કે તેનો નંબર તો છેલ્લે આવે છે. આ વાતથી પાખી પરેશાન થઈ જશે અને વિચારમાં ડૂબી જશે. હવે જોવાનું એ રહેશે કે શું પાખી અનુપમાને પોતાની દુશ્મન માની લેશે અને કાવ્યાના ઉક્સાવવામાં આવીને નવો મોહરો બનશે? આગળના એપિસોડ રસપ્રદ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More