Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa માં આવશે બે મોટા ટ્વિસ્ટ, અનુજ નશામાં ધૂત થઈને કરશે એવું કામ, અને આ પુત્રનો જીવ જોખમમાં

Anupamaa માં આવશે બે મોટા ટ્વિસ્ટ, અનુજ નશામાં ધૂત થઈને કરશે એવું કામ, અને આ પુત્રનો જીવ જોખમમાં

ટીવી સિરિયલ અનુપમાના અપકમિંગ એપિસોડમાં મોટી બબાલ થવાની છે. આ સિરિયલાં સમરની ભૂમિકા ભજવતા કલાકાર પારસ કલનાવતે અપકમિંગ એપિસોડમાં આવનારા ટ્વિસ્ટ અંગે મોટી હિંટ આપી છે. પારસે સોશિયલ મીડિયા પર અનુપમાના સેટનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં પારસ ગુંડાઓ સાથે લડતો જોવા મળે છે. વીડિયોથી સ્પષ્ટ છે કે અપકમિંગ એપિસોડમાં સમરના જીવને જોખમ હશે. છેલ્લા કેટલાક સમયથી નંદિનીનો એક્સ બોયફ્રેન્ડ તેના જીવનમાં ઝેર ઘોળવાની કોશિશ કરતો જોવા મળે છે. આવામાં બની શકે કે તે પારસ ઉપર પણ હુમલો કરાવે. 

fallbacks

સમર નંદિનીને અલગ કરવા માંગે છે રોહન
અનુપમાના ગત એપિસોડમાં જોયું કે રોહને નંદિની અને સમરની સાથે એક ખેલ ખેલ્યો છે. તેણે નંદિનીની કેટલીક પ્રાઈવેટ તસવીરો લીક કરી છે. એટલું જ નહીં તે તસવીરો બાને પણ મોકલી. સમર નંદિની વચ્ચે ફૂટ પાડવા માટે રોહને સમરને પણ તસવીરો મોકલી હતી પરંતુ તેને કોઈ અસર થઈ નહીં. હવે બંનેને અલગ કરવા માટે અલગ અલગ ચાલ ચલી શકે છે. હવે એવા સમયે આ વીડિયો રોહનની ચાલનો એક ભાગ છે કે નહીં તે તો આવનારો સમય જ જણાવશે. 

વનરાજ હૈયવરાળ ઠાલવશે
આ બાજુ અત્યારે તો અનુપમા મુંબઈમાં છે અને વનરાજ અને કાવ્યા પણ ત્યાં પહોંચ્યા છે. અહીં પણ મેજર ટ્વિસ્ટ આવવાનો છે. પબમાં અનુજ અને અનુપમા તથા વનરાજ  અને કાવ્યા મળશે અને વનરાજ અનુપમા પર બધી ભડાશ કાઢશે. અનુપમા પણ તેને બરાબર જવાબ આપશે. આ બાજુ અનુજ અને વનરાજ નશાવાળું પીણું અજાણતા પી લેશે અને પછી જે જોવા મળશે તે દર્શકોના હ્રદયના ધબકારા વધારી દેશે. 

 

અનુપમાને પ્રપોઝ કરશે અનુજ!
અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે અનુજ નશાની હાલતમાં વનરાજ સાથે ખુબ ડાન્સ કરશે. ત્યારબાદ અનુપમા માટે પોતાના તમામ લાગણીઓને જાહેર કરશે. અનુજ કાપડિયાની વાત સાંભળીને વનરાજ સ્તબ્ધ થશે. હવે આગળ અનુજ શું કરશે તે જોવાનું રહેશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More