Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: 'અનુપમા'માં આવવાનો જબરદસ્ત વળાંક, અનુને જોઈને ભલભલાની આંખો પહોળી થઈ જશે

નવી જિંદગી શરૂ કર્યા બાદ અનુપમા પોતાનું જીવન દોજખ બનાવનારાઓને મજા ચખાડશે. સૌથી પહેલા તેની ચુંગલમાં ફસનારાઓમાં બા અને બરખા હશે. અનુપમા બીજા કરતા હવે પોતાના કામ પર ધ્યાન આપશે. 

Anupamaa: 'અનુપમા'માં આવવાનો જબરદસ્ત વળાંક, અનુને જોઈને ભલભલાની આંખો પહોળી થઈ જશે

અનુપમા અનુજથી દૂર જરૂર છે પરંતુ તેણે પોતાના દિલને મજબૂત કરી નાખ્યું છે. બધુ તેણે કાનાજી પર છોડીને નવી જિંદગી શરૂ કરી અને આગળ વધી ચૂકી છે. તે પોતાના દિલમાં અનુજને યાદ કરીને નવી એકેડેમી શરૂ કરી રહી છે. હવે બદલાયેલી અનુપમા પહેલા કરતા વધુ મજબૂત બની ચૂકી છે. તે ન કહેવાનું શીખી છે અને બીજાને મજા ચખાડવાનું પણ. અનુપમાના બદલાયેલા રૂપનો ભોગ બરખા બનશે. અનુપમાની સમજદારીની આગળ તેની બધી ચાલાકી ફેલ જશે. બાને પણ તગડો જવાબ મળશે. 

fallbacks

ઓથોરિટી લેવા જશે બરખા
અનુપમા સિરિયલમાં મેકર્સ દરેક ટ્રેકની સાથે કોઈને કોઈ સંદેશ આપવાની કોશિશ કરે છે. આ વખતે અનુપમા ફરથી લોકોને આત્મનિર્ભર થઈને પોતાને પ્રેમ કરવાનું શીખી રહી છે. તેણે ન કહેવાનું પણ શીખ્યું છે. સીરિયલમાં દેખાડવામાં આવે છે કે બરખા નથી ઈચ્છતી કે અનુપમા અને અનુજ ઘરે પાછા ફરે. તે નવી માલિકણ બનીને બધુ કંટ્રોલ કરવા માંગે છે. આ કડીમાં તે અનુપમા પાસે જઈને સાઈનિંગ ઓથોરિટી લેવા જશે

અનુજને આપેલું વચન નિભાવશે
હવે અનુપમા અહીં બરખાને આટા-દાળનો ભાવ યાદ અપાવશે. પહેલા તો તે બરખાને રાહ જોવડાવશે અને પછી જ્યારે તેણે થાકીને જમીન પર બેસવું પડશે ત્યારબાદ તે સાઈનિંગ ઓથોરિટી આપવાની ના પાડી દેશે. તેણે અનુજને એવું વચન આપ્યું હતું જે નિભાવશે. હવે બરખાએ દરેક કામ માટે તેની સાઈન લેવા માટે વારંવાર ઘરે આવવું પડશે કારણ કે અનુપમા પોતાનું કામ છોડીને ત્યાં જવાની ના પાડી દેશે. 

બાને પણ ઝટકો
અનુપમા અને અનુજના અલગ થવાનું મોટું કારણ એ હતું કે શાહ પરિવાર પોતાની સમસ્યાઓમાં તેને ઢસડતો રહેતો હતો અને તે બોલી શકતી ન હતી. અને તે પોતાના નવા પરિવારને સમય આપી શકી નહીં. સંબંધ વિખરાતા ગયા. બા તેને ડિમ્પલ ને સમરના લગ્ન મુદ્દે સાંકળવાની કોશિશ કરશે તો અનુપમા તેમને પણ સ્પષ્ટ ના પાડી દેશે. હવે નવી અનુપમાનો નવો અવતાર જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More