Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa Spoiler: તોષૂનો પર્દાફાશ કરશે રાખી દવે, શોમાં આવશે મહાટ્વિસ્ટ

ટીવી સીરિયલ અનુપમામાં આ દિવસોમાં હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. શાહ અને કાપડિયામાં એકવાર ખુશી જોવા મળી રહી છે. બંને પરિવાર એક થઈ ગયા છે. એટલું જ નહીં અનુજ અને વનરાજમાં ગાઢ મિત્રતા થઈ જાય છે. 

Anupamaa Spoiler: તોષૂનો પર્દાફાશ કરશે રાખી દવે, શોમાં આવશે મહાટ્વિસ્ટ

નવી દિલ્હીઃ સ્ટાર પ્લસની ધમાકેદાર સીરિયલ અનુપમા (Anupamaa) હંમેશા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળતા રહે છે. આ કારણે શો ટીઆરપી લિસ્ટમાં હજુ ટોપ પર છે. મેકર્સ શોને સુપરહિટ બનાવવા માટે દરેક પ્રયાસ કરી રહ્યાં છે. શાહ અને કાપડિયામાં એકવાર ફરી ખુશીઓ પરત ફરી આવી છે. બંને પરિવાર એક થઈ ગયા છે. એટલું જ નહીં અનુજ અને વનરાજમાં ગાઢ મિત્રતા થઈ ગઈ છે. 

fallbacks

શોમાં આવશે ટ્વિસ્ટ
પાછલા એપિસોડમાં જોવા મળ્યું કે પરિવાર મળીને ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે. આ વચ્ચે કિંજલની તબીયત ખરાબ થાય છે. તેને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવે છે, જ્યાં તે નાની બાળકીને જન્મ આપે છે. અનુપમા અને વનરાજ દાદા-દાદી બનતા ખુશ છે. તો બીજી તરફ અનુજને આ વખતે અફસોસ થાય છે કે તે આ સમયે પોતાની પત્ની સાથે ઉભો રહ્યો નથી. તે જીકે કાકાને કહે છે કે બધા પરેશાન છે અને તે કોઈની મદદ કરી શકતો નથી. 

અનુજથી દૂર થશે અનુપમા?
અનુપમા અને વનજાર કિંજલની પુત્રીને સાથે જોવા આવે છે અને બંને નાની બાળકી વિશે ખુબ વાતો પણ કરે છે. ત્યારે અનુપમા, અનુજને પુત્રીને મળાવવા માટે વીડિયો કોલ કરે છે. વાતવાતમાં વનરાજ અનુપમના ખભા પર હાથ રાખે છે, જેના પર અનુજની નજર પડે છે. આ જોતા તે ગુસ્સે થઈ જાય છે.

આ પણ વાંચોઃ અડધી રાત્રે સલમાન નશામાં પહોંચ્યો એક્ટ્રેસના ઘર, દરવાજો ન ખોલતા આપી સ્યુસાઈડની ધમકી

હવે થશે રાખી દવેની એન્ટ્રી
જ્યાં એક તરફ પરિવાર પુત્રીના જન્મથી ખુશી મનાવે છે તો તોષૂ આ બધી વાતોથી અજાણ છે. તો જ્યારે કિંજલની આંખ ખુલે છે તો તે સૌથી પહેલા પોતાના પતિને યાદ કરે છે, પરંતુ તોષૂ તેની પાસે હોતો નથી. ત્યારબાદ એન્ટ્રી થાય છે રાખી દવેની.

આખરે ક્યાં છે તોષૂ?
અનુપમાના અપકમિંગ એપિસોડમાં જોવા મળશે કે રાખી દવે હોસ્પિટલ આવતા સૌથી પહેલા તોષૂ વિશે પૂછે છે અને જ્યારે તેને ખ્યાલ આવે છે કે તોષૂ હાજર નથી તો તે ગુસ્સે થઈને બહાર જતી રહે છે. અનુપમા તેને પૂછવાનો પ્રયાસ કરે છે, જેના પર રાખી દવેની આંખમાં આંસુ આવી જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More