Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa ના સેટ પરથી વાયરલ થઈ ગયો આ Video, જોઈને ઉડી જશે તમારા હોશ

મદાલસા શર્માએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. આ વીડિયો અનુપમા સીરિયલનાં સેટ પરનો છે. વીડિયોમાં એવું તો શું છે તે જોવા માટે અહીં માત્ર એક ક્લિક કરો.

Anupamaa ના સેટ પરથી વાયરલ થઈ ગયો આ Video, જોઈને ઉડી જશે તમારા હોશ

નવી દિલ્લીઃ મદાલસા શર્માએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. આ વીડિયો અનુપમા સીરિયલનાં સેટ પરનો છે. જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે. ‘અનુપમા’ સીરિયલે લોકોના દિલમાં જગ્યા બનાવવામાં કોઈ કસર બાકી નથી રાખી. સીરિયલમાં એક પછી એક આવતા ટ્વીસ્ટ ફેન્સને વધુ ઉત્સાહિત કરી દે છે. હવે એ વાતમાં તો કોઈ શંકા નથી રહી કે, જ્યારથી કાવ્યા (મદાલસા શર્મા)એ વનરાજ સાથે લગ્ન કર્યા છે ત્યારથી સીરિયલમાં એન્ટરટેન્ટમેન્ટનો તડકો ચારગણો વધી ગયો છે. દરેકના મોંઢે એક જ વાત છે કે ‘હવે સીરિયલમાં શું આવશે?’ ત્યાં જ સેટનો એક વીડિયો સામે આવ્યો છે. જે તમને હેરાન કરી મૂકશે. જી હાં, આ વીડિયોમાં સમરની ધીરજ ખૂટી જાય છે અને તે ગુસ્સાથી લાલઘૂમ થઈ જાય છે.

fallbacks

આ છે દુનિયાની પહેલી ફ્લાઈંગ રેસ કાર Alauda MK3, 2.8 સેકન્ડમાં 100 કિમીની ઝડપ, જુઓ Video

fallbacks
 

 

હકીકતમાં આ વીડિયો ‘અનુપમા’ સીરિયલમાં કાવ્યાનો રોલ કરી રહેલી એક્ટ્રેસ મદાલસા શર્માએ શેર કર્યો છે. વીડિયોમાં નંદિની (અનઘા ભોસલે) અને સમર (પારસ કલાનવત) પણ કાવ્યા સાથે નજરે પડે છે. બધાએ પહેરેલા કપડા પરથી અંદાજો લગાવી શકાય છે કે, ઘરમાં કોઈ ફંક્શનની તૈયારી ચાલી રહી છે અને સમર જૂના ગીત ‘એ મેરી જોહરા જબી’ ગાવાની કોશિશ કરે છે, પરંતુ કાવ્યા (મદાલસા શર્મા) અને નંદિની તેને ગાવાની તક જ નથી આપતા. બંનેની હરકતોથી ચીડાઈને સમર મારવાના એક્શનમાં ઉભો થઈ જાય છે અને બંનેને ત્યાંથી જવાનું કહે છે. હાલ તો દર્શકોને જણાવી દઈએ કે, આ એક ફની વીડિયો છે. જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, ‘અનુપમા’ સીરિયલના લીડ રોલમાં રૂપાલી ગાંગુલી નજરે પડે છે. જ્યારે વનરાજના રોલમાં સુધાંશુ પાંડે અને સીરિયલમાં એન્ટરટેઈનમેન્ટનો તડકો લગાવનારી કાવ્યાના રોલમાં મિથુન ચક્રવર્તીની વહુ મદાલસા શર્મા નજરે પડે છે.

WhatsApp નો વિચિત્ર કિસ્સો, અમદાવાદનો એક યુવક વાત કરતા કરતા આપમેળે જતો રહ્યો 30 વર્ષ પાછળ!

રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More