Home> Entertainment
Advertisement
Prev
Next

Anupamaa: અનુપમામાં હવે આવવાનો છે દિલધડક વળાંક!, ડો. અદ્વૈત કરશે શોકિંગ ડિમાન્ડ

ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. ગત એપિસોડમાં જોવા મળ્યું કે અનુપમાને ખબર પડી ગઈ કે વનરાજ ક્યાં છે અને તે તેને મળવા દોડે છે. સિરિયલમાં અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ. ડો. અદ્વૈતની ભૂમિકા તે ભજવી રહ્યો છે. સિરિયલમાં ડો.અદ્વૈત તેને જણાવે છે કે હાલ વનરાજની સ્થિતિ ઠીક નથી, તે માનસિક પરેશાની સામે ઝઝૂમી રહ્યો છે. 

Anupamaa: અનુપમામાં હવે આવવાનો છે દિલધડક વળાંક!, ડો. અદ્વૈત કરશે શોકિંગ ડિમાન્ડ

નવી દિલ્હી: ટીવી સિરિયલ અનુપમા (Anupamaa) માં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. ગત એપિસોડમાં જોવા મળ્યું કે અનુપમાને ખબર પડી ગઈ કે વનરાજ ક્યાં છે અને તે તેને મળવા દોડે છે. સિરિયલમાં અભિનેતા અપૂર્વ અગ્નિહોત્રીની ધમાકેદાર એન્ટ્રી પણ થઈ ગઈ. ડો. અદ્વૈતની ભૂમિકા તે ભજવી રહ્યો છે. સિરિયલમાં ડો.અદ્વૈત તેને જણાવે છે કે હાલ વનરાજની સ્થિતિ ઠીક નથી, તે માનસિક પરેશાની સામે ઝઝૂમી રહ્યો છે. 

fallbacks

અનુપમા (Anupamaa) વનરાજને સલામત જોઈને ભગવાનનો આભાર માને છે, પરંતુ ત્યારબાદ વનરાજને ખુબ સંભળાવે પણ છે. ટેલિચક્કરના એક રિપોર્ટ મુજબ અનુપમા સામે અનેક સમસ્યાઓ આવવાની છે. જલદી એવો ખુલાસો થશે કે અનુપમાને કેન્સર છે. આવામાં વનરાજ તેની વધુ નજીક આવશે અને તેની કેર કરશે. જ્યારે કાવ્યાને આ વાતથી બળતરા થશે. કાવ્યાને લાગશે કે અનુપમા પોતાના વચનથી પલટી મારી રહી છે. 

આ બધા બાદ અનપમા ડો.અદ્વૈતના સતત સંપર્કમાં રહેશે. તે વનરાજને ઠીક કરવા માટે કોઈ પણ હદે જવા તૈયાર રહેશે. આવામાં ડો.અદ્વૈત અનુપમાને કહેશે તેણે વનરાજને ઠીક કરવા માટે વનરાજ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો પડશે. ડો.અદ્વૈત અનુપમાને કહેશે કે વનરાજને હાલ ફક્તે તેના ખ્યાલની જરૂર છે. હવે જોવાનું એ રહેશે કે અનુપમા આગળ શું કરશે? 

અનુપમા અને વનરાજ વધુ નજીક આવશે
અત્રે જણાવવાનું કે આ દરમિયાન વનરાજ અને અનુપમા વધુ નજીક આવશે. બંને એક બીજાની નીકટ આવતા પોતાના કનેક્શનનો અહેસાસ થશે. ડો.અદ્વૈતના આવવાથી કાવ્યા વધુ બળીને ખાખ થશે. તે અનુપમા અને વનરાજને અલગ કરવા માટે કઈ પણ કરવા માટે તૈયાર રહેશે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા કા..' શોના આ દિગ્ગજ કલાકારને શુટિંગ માટે તેડું જ નથી આવતું, જાણો કેમ

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા...શોની આ 9 વાતો જાણીને ચોંકશો, પોપટલાલ વિશે આ વાત ખબર નહીં હોય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More