Home> Entertainment
Advertisement
Prev
Next

અનુરાગ કશ્યપનો ચોંકાવનારો ખુલાસો - 22 વર્ષની દીકરીએ કહ્યું, હું ગમે તે રીતે કમાણી કરું તો તમને શું તકલીફ છે?

ફિલ્મમેકર અનુરાગ કશ્યપ આ દિવસોમાં પોતાની ફિલ્મ 'ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બત'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સિલસિલામાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે પોતાની પુત્રી આલિયાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તમે પણ વાંચો..
 

અનુરાગ કશ્યપનો ચોંકાવનારો ખુલાસો - 22 વર્ષની દીકરીએ કહ્યું, હું ગમે તે રીતે કમાણી કરું તો તમને શું તકલીફ છે?

નવી દિલ્હીઃ RJ સિદ્ધાર્થ કનનને આપેલા ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે એકવાર તેની પુત્રી આલિયાએ તેને તેના સંઘર્ષ વિશે જણાવ્યું અને સમજાવ્યું કે તે તેના પિતાથી કેવી રીતે અલગ છે. અનુરાગ કહ્યું, અમારા બાળકો અમારા સંઘર્ષ અને તેમના આપવામાં આવેલી પ્રેમનું  મૂલ્ય નથી સમજતા. મારા સંઘર્ષ જેવો તેમનો સંઘર્ષ નથી...

fallbacks

અનુરાગ કશ્યપે કહ્યું, “માતા-પિતા તેમના બાળકોને સમજી શકતા નથી. માતા-પિતા ઇચ્છે છે કે તેમના બાળકો સલામત રહે. મારી દીકરીએ મને કહ્યું કે તમે મને સમજતા નથી, મા મને સમજતી નથી. તેણે કહ્યું કે દરેક લોકો તેને મારા સંઘર્ષની કહાની કહે છે કે હું કેવી રીતે 500 રૂપિયા લઈને આવ્યો હતો..

અનુરાગ કશ્યપના કહેવા મુજબ તેની પુત્રી તેના સંઘર્ષ પર કહે છે, "મને કોઈ પરવા નથી. તમારી ભૂલ છે કે તમારા માતાપિતાએ તમારા શિક્ષણ પર ઔકાતથી  વધુ ખર્ચ કર્યો છે. પરંતુ તમે ફિલ્મમેકર બનીને કંઈક સાબિત કરવા માંગતા હતા. મને આપવા માટે તમારી પાસે ઉછીના પૈસા નહોતા. તમારી પાસે મારા અભ્યાસનો ખર્ચ ઉઠાવવાના પણ પૈસા નહોતા....મારો સંઘર્ષ મારા પોતાની પાસે છે..પોતાની જાત સાથે સંઘર્ષ કરવો અઘરો છે."

આ પણ વાંચોઃ TMKOC: તારક મહેતાની આ અભિનેત્રી ભૂલી ગઇ મર્યાદા, ઉતાર્યા કપડાં પછી...

22 વર્ષની આલિયા કશ્યપ  યુટ્યુબર છે અને સ્પષ્ટપણે તેના પિતાને કહે છે કે તેણીને તેની કમાણી વિશે પૂછવું નહીં. અનુરાગના કહેવા પ્રમાણે, તેની પુત્રી તેને કહે છે, "હું ગમે તે રીતે પૈસા કમાઈ રહી છું? હું જાતે ભાડું ચૂકવું છું. તમને શું સમસ્યા છે?" અનુરાગે જણાવ્યું કે આલિયા અલગ રહે છે અને ભાડું પોતે ચૂકવે છે. તેણે એ પણ જણાવ્યું કે આલિયાની પોતાની યુટ્યુબ ચેનલ છે, જ્યાં તે જીવનશૈલી સંબંધિત વીડિયો બનાવે છે અને અપલોડ કરે છે.

જો વાત ઓલમોસ્ટ પ્યાર વિથ ડીજે મોહબ્બતની કરીએ તો આ ફિલ્મ 3જી ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે..ફિલ્મમાં આલિયા એફ અને કરણ મહેતા ઉપરાંત વિકી કૌશલ ખાસ ભૂમિકામાં જોવા મળશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો દેખાવ ડીજે મોહબ્બતના રોલમાં હશે. અનુરાગ કશ્યપે આ ફિલ્મની વાર્તા લખી છે અને તેનું નિર્દેશન પણ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More