Home> Entertainment
Advertisement
Prev
Next

Payal Ghosh એ સંભળાવી આપવીતી, કહ્યું 'અનુરાગે મારી સામે ઉતારી દીધા હતા બધા કપડાં'

એક ઇન્ટરવ્યુંમાં અભિનેત્રીએ 2014માં થયેલી ઘટના વિશે ખુલાસો કર્યો. પાયલે કહ્યું કે 'જાનિતા નિર્દેશક અનુરાગ કશ્યપએ 2014માં મારી સાથે છેડતી કરી હતી.

Payal Ghosh એ સંભળાવી આપવીતી, કહ્યું 'અનુરાગે મારી સામે ઉતારી દીધા હતા બધા કપડાં'

નવી દિલ્હી: અભિનેત્રી પાયલ ઘોષ (Payal Ghosh)એ દાવો કર્યો છે કે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ (Anurag Kashyap)એ તેમની સાથે ફરી એકવાર છેડતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમણે કહ્યું કે તે તેમની સામે ન્યૂડ થઇ ગયા હતા અને તેમણે તેમની સાથે અંતરંગ થવાનો પ્રયત્ન કર્યો હતો.

fallbacks

એક ઇન્ટરવ્યુંમાં અભિનેત્રીએ 2014માં થયેલી ઘટના વિશે ખુલાસો કર્યો. પાયલે કહ્યું કે 'જાનિતા નિર્દેશક અનુરાગ કશ્યપએ 2014માં મારી સાથે છેડતી કરી હતી. નિર્દેશકે મને જણાવ્યું હતું કે જે છોકરીઓ તેમની સાથે કામ કરે છે તે તેમની સાથે 'ગાલા ટાઇમ' વિતાવે છે. 

આટલા મોડા મૌન તોડવાને લઇને પાયલે કહ્યું કે 'હું ઘણીવાર આ વિશે બોલવા માંગતી હતી પરંતુ મારા પરિવાર અને નજીકના મિત્રોએ મને ચૂપ રહેવા માટે કહ્યું જેથી ભવિષ્યમાં મને કોઇ પ્રકારની સમસ્યા ન થાય. પરંતુ આપણે એવા લોકોની વાત કરવી જોઇએ તો પોતાની પોઝિશનનો દુઉપયોગ કરે છે. 

Exclusive : પાયલ ઘોષે કહ્યું આખરે આટલા વર્ષ કેમ ચૂપ રહી?

પાયલે તે ઘટનાને યાદ કરતાં કહ્યું કે 'હું તેઅમને યારી રોડ સ્થિત તેમની ઓફિસમાં મળવા ગઇ હતી. તે કોઇ બીજા સાથે વાત કરી રહ્યા હતા એટલા માટે હું પરત આવી ગઇ. આગામી દિવસે તેમણે મને ફોન કરીને કહ્યું કે હું કંઇપણ ગ્લેમર પહેરું જેથી અભિનેત્રી લાગું. હું સલવાર કમીજ્માં તેમને મળવા ગઇ. તેમણે મારા માટે જમવાનું બનાવ્યું અને મારી પ્લેટ પણ ઉઠાવી. હું થોડીવાર પછી ત્યાંથી જતી રહી, પરંતુ તેને ફરીથી મને મેસેજ કરી આવવા માટે કહ્યું તો મે ના પાડી દીધી, કારણ કે ઘણું મોડી થઇ ચૂક્યું હતું. પછી મને પૂછ્યું કે મારી સાથે કોણ રહે છે. આ બે અથવા ત્રણ દિવસ પછી તે ફરીથી કશ્યપને મળી અને ત્યારે આ ઘટના થઇ. 

પાયલે આગળ કહ્યું કે આ વખતે તેણે મને પોતાના ઘરે બોલાવી. તે સ્મોલિંગ કરી રહી હતી, હું ત્યાં બેઠી રહી. થોડીવાર પછી તે મને રૂમમાં લઇ ગયો. ત્યાં તેની પત્ની કલ્કિ કોચલિનના ચંપલ હતા. તેણે મને તે ચંપલ બતાવ્યા કહ્યું કે 'મારી પત્ની અમેરિકા જતી રહી છે. તે મારાથી નારાજ છે.'  

SBI Alert: ફોન પર મળી રહી છે લોનની સારી ઓફર તો થઇ જજો સાવધાન, થઇ શકે છે નુકસાન

પાયલે કહ્યું 'અનુરાગ તે સમયે બોમ્બે વોલેટ પર કામ કરી રહ્યા હતા. તેણે એ પણ કહ્યું હતું કે છોકરીઓ રણબીર કપૂર સાથે ફક્ત એક ફિલ્મ કરવા માટે તેની સાથે સૂવા માટે તૈયાર હતી. ત્યારબાદ અનુરાગે એક એડલ્ડ ફિલ્મ જોવાનું શરૂ કર્યું. હું ડરી ગઇ. ત્યારબાદ તે અચાનક મારી સામે ન્યૂડ થઇ ગયો અને મને કપડાં કાઢવા માટે કહ્યું. મેં કહ્યું 'સર હું કંફર્ટેબલ નથી.'

તેમણે કહ્યું કે ' અનુરાગે કહ્યું કે હું જે અભિનેત્રીઓ સાથે કામ કર્ત્યું છે. તે મારા ફક્ત એક કોલ પર મારી પાસે આવવા માટે તૈયાર છે. ત્યારે મેં ફરીથી કહ્યું કે હું કંફર્ટેબલ નથી અને બિમાર છું કોઇપણ પ્રકારે ત્યાંથી ભાગી ગઇ. ત્યારબાદ હું તેમને ક્યારેય મળી નહી. તેમણે ઘણી વાર મને મળવા માટે કહ્યું. હું આજ સુધી તે ઘટના ભૂલી શકી નથી અને અને તે મને ખૂબ પરેશાન કરે છે. તમને જણાવી દઇએ કે અનુરાગ અને કલ્કિની લગ્ન 2011 થી 2015 સુધી ચાલ્યા. 2013માં તેમણે અલગ થવાની જાહેરાત કર્યા બાદ 2015માં તેમના છુટાછેડા થઇ ગયા.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More