Home> Entertainment
Advertisement
Prev
Next

Video : અનુષ્કાએ જ્યારે વિરાટના વાળમાં સટસટ ચલાવી કાતર!

કોરોના વાયરસની મહામારી વચ્ચે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય લોકોની સાથે બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં બંધ છે. 

Video : અનુષ્કાએ જ્યારે વિરાટના વાળમાં સટસટ ચલાવી કાતર!

મુંબઈ : કોરોના વાયરસની મહામારી વચ્ચે આખા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સામાન્ય લોકોની સાથે બોલિવૂડ સેલેબ્સ પણ ઘરમાં બંધ છે. કેટલાક સ્ટાર્સ ઘરનું કામ કરી રહ્યા છે તો કેટલાક પોતાના શોખને કેળવી રહ્યા છે. આ સંજોગોમાં સેલિબ્રિટી કપલ વિરાટ-અનુષ્કાએ સમય પસાર કરવાનો બીજો જ એક ઉપાય શોધી કાઢ્યો છે.

fallbacks
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Meanwhile, in quarantine.. 💇🏻‍♂💁🏻‍♀

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

હવે લોકડાઉન દરમિયાન બધું જ બંધ હોવાથી સેલેબ્સ પોતાના હેરસ્ટાઈલિસ્ટ પાસે જઈ શકતાં નથી. ત્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી માટે પત્ની અનુષ્કા શર્મા જ હેરસ્ટાઈલિસ્ટ બની ગઈ છે. અનુષ્કા શર્માએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં તે પતિ વિરાટના વાળ કાપતી જોવા મળે છે.

કોરોના વાયરસને રોકવા માટે પીએમ મોદીએ 14 એપ્રિલ સુધી દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. આ સંજોગોમાં ઘણા સેલેબ્સે પોતાના ફેન્સને ઘરમાં રહેવાની સલાહ આપી છે. સાથે જ સરકાર તરફથી અપાતા નિર્દેશોનું બરાબર પાલન કરવાની સલાહ આપી છે. થોડા દિવસ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ફેન્સને લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહેલાની વિનંતી કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More