Home> Entertainment
Advertisement
Prev
Next

OMG! અનુષ્કાએ વાતવાતમાં રણબીર અને અર્જુન પર મુકી દીધો મોટો આરોપ

અનુષ્કાની આગામી ફિલ્મ 'સુઇ ધાગા : મેડ ઇન ઇન્ડિયા'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે

OMG! અનુષ્કાએ વાતવાતમાં રણબીર અને અર્જુન પર મુકી દીધો મોટો આરોપ

મુંબઈ : અનુષ્કા શર્મા તેમજ વરૂણ ધવનની આગામી ફિલ્મ 'સુઇ ધાગા : મેડ ઇન ઇન્ડિયા'નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિભાવ મળ્યો છે. ફિલ્મમાં વરૂણ ધવને મૌજી નામની વ્યક્તિનો રોલ ભજવ્યો છે જ્યારે વરૂણની પત્ની મમતાના રોલમાં અનુષ્કા શર્મા છે. સ્વરોજગારની વાત કહેતી આ ફિલ્મમાં બંને એક્ટર્સ નોન ગ્લેમરસ રોલમાં જોવા મળી રહ્યા છે. 

fallbacks

અનુષ્કા અને વરૂણ બંને ફિલ્મને લઈને બહુ ઉત્સાહિત છે અને બહુ જલ્દી ફિલ્મના પ્રમોશનમાં જોડાઈ જશે. યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ડિરેક્શન શરત કટારિયાએ કર્યું છે. તેઓ આ પહેલાં ‘દમ લગા કે હઇસા’ જેવી દમદાર ફિલ્મનું ડિરેક્શન કરી રહ્યા છે. અનુષ્કા અને વરૂણ બંને સારા મિત્રો છે પણ આ મામલે અનુષ્કાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. 

ઇન્ડિયા ટુડેને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અનુષ્કાએ કહ્યું છે કે 'હું અને વરૂણ ફિલ્મી દુનિયામાં સારા મિત્રો બની શકત પણ બે એક્ટર અમારી મિત્રતા વચ્ચે ઉભા હતા. આ એક્ટર્સ હતા રણબીર કપૂર અને અર્જુન કપૂર. તેમણે અફવા ફેલાવવાની શરૂ કરી દીધી કે અમે બંને એકબીજાને પસંદ નથી કરતા અને બીજું ઘણુંબધું. તેઓ અમારી મિત્રતા વચ્ચે આવી ગયા હતા.'

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More