નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ની પુત્રીનું નામ 'વામિકા (Vamika)' રાખવામાં આવ્યું છે. વિરાટની પત્ની બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ સોમવારે સોમવારે એક તસવીર શેર કરી જેમાં તેની પુત્રી પણ જોવા મળી રહી છે.
અનુષ્કાએ જે ફોટો શેર કર્યો, તેમાં તે અને વિરાટ, બન્ને પોતાની પુત્રીને જોઈ હસી રહ્યા છે. આ કેપ્શનમાં તેણે પોતાની પુત્રીનું નામ પર જણાવ્યું છે.
તસવીરમાં અનુષ્કા શર્મા પોતાની પુત્રીને ગોદમાં લઈ જોવા મળી રહી છે. પાછલા મહિને 11 જાન્યુઆરીએ વિરાટ અને અનુષ્કાના ઘરે લક્ષ્મીનું આગમન થયું હતું.
અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું, 'અમે પ્રેમ, આભારની સાથે અમારી જિંદગી જીતી લીધી છે, પરંતુ નાની વામિકાએ તેને એક અલહ લેવલ પર પહોંચાડી દીધી. આંસુ, હાસ્ય, ખુશી, ચિંતા... ક્યારેક-ક્યારેક આ ભાવનાઓ છોડી મિનિટોની અંદર અનુભવાય છે. નીંદર ઉડી જાય છે, પરંતુ અમારી દિલ ભરેલું છે. શુભકામનાઓ, પ્રાર્થના અને એનર્જી માટે તમારો આભાર.'
આ છે વામિકાનો અર્થ
વિરાટ-અનુષ્કા (Virat-Anushka) ની પુત્રીનું નામ વામિકા છે, એટલે કે દેવી દુર્ગા. વામિકા (Vamika), માતા દુર્ગાનું રૂપ કહેવામાં આવે છે. હકીકતમાં આ ખાસ રીતે ભગવાન શિવની સાથી એટલે કે જીવનસંગિની માટે પ્રયોગ થાય છે. કહેવામાં આવે છે કે ભગવાન શિવની ડાબી બાજુ ઉભે છે તે વામિકા છે. હિંદુ ધર્મમાં ડાબી બાજુ જીવનસંગિની ઉભી રહે છે.
વિરાટે પોતાની ફેન્સની સાથે આ ખુશખબર શેર કરી હતી. પાછલા મહિને ક્રિકેટ અને મનોરંજનની દુનિયામાં તે સમયે ખુશીની લહેર જોવા મળી, જ્યારે વિરાટ અને અનુષ્કાના ઘરે પુત્રી જન્મના સમાચાર મળ્યા હતા. સોશિયલ મીડિયા પર અનેક લોકોએ વિરુષ્કાને શુભેચ્છા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે