Home> Entertainment
Advertisement
Prev
Next

દીપિકા તો પરણી ગઈ પણ હજી પણ ધુંધવાયેલો છે જુનો પ્રેમી રણબીર? મળ્યો પુરાવો

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મીડિયાની નજરથી દુર 14 નવેમ્બરે ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કરી લીધા છે

દીપિકા તો પરણી ગઈ પણ હજી પણ ધુંધવાયેલો છે જુનો પ્રેમી રણબીર? મળ્યો પુરાવો

મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે મીડિયાની નજરથી દુર 14 નવેમ્બરે ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કરી લીધા છે. આ લગ્ન પછી દીપવીરે ભારતમાં ત્રણ રિસેપ્શન આપ્યા છે. આ ત્રણમાંથી એક રિસેપ્શન બેંગ્લુરુ ખાતે મિત્રો અને સ્વજનો માટે તેમજ બીજા બે રિસેપ્શન મુંબઈ ખાતે યોજાયા હતા. 

fallbacks

દીપવીરના આ રિસેપ્શનમાં સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. દીપવીરે 1 ડિસેમ્બરના દિવસે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટેલમાં તેના બોલિવૂડના મિત્રો માટે રિસેપ્શન આપ્યું હતું. આ રિસેપ્શનમાં બધાના આશ્ચર્ય વચ્ચે અનુષ્કા શર્મા તેમજ કેટરિના કૈફે પણ હાજરી આપી હતી. નોંધનીય છે કે એક તબક્કે અનુષ્કા દુલ્હા રણવીરની ગર્લફ્રેન્ડ હતી જ્યારે કેટરિનાના કારણે દીપિકા અને તેના પ્રેમી રણબીરનું બ્રેકઅપ થયું હતું. જોકે એ વાત અલગ છે કે હાલમાં રણબીર અને કેટરિનાનું પણ બ્રેકઅપ થઈ ગયું છે અને રણબીરની પ્રેમિકા તરીકે આલિયા ભટ્ટનું નામ ચર્ચાઈ રહ્યું છે. 

પ્રિયંકાના લગ્ન પછી ખુશ થવાને બદલે ભડક્યા ચાહકો, કારણ છે મજબૂત

fallbacks

દીપિકા અને રણબીર બ્રેકઅપ પછી પણ સારા મિત્રો હતા પણ આમ છતાં દીપવીરના રિસેપ્શનમાં રણબીર કપૂર અને તેની ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટ ફરક્યા નહોતા. આ સિવાય રણબીરના પરિવારમાંથી કોઈ પણ દીપિકા અને રણવીરના રિસેપ્શનમાં હાજર નહોતું રહ્યું. રણબીરનું આ વર્તન ચાડી ખાય છે કે રણબીર સાથેના બ્રેકઅપ પછી દીપિકા તો પરણીને સેટલ થઈ ગઈ છે પણ રણબીર હજી પણ ધુંધવાઈ રહ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More