Home> Entertainment
Advertisement
Prev
Next

Anushka Sharma Post on Virat Kohli: વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ પર અનુષ્કાની ભાવુક પોસ્ટ, કહ્યું- તમે જિંદગીની સૌથી શાનદાર ઈનિંગ રમી

Anushka Sharma: અભિનેત્રી અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ અને ભારતની ઐતિહાસિક જીત પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટ કોહલીની ખુબ પ્રશંસા કરી છે. 

Anushka Sharma Post on Virat Kohli: વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ પર અનુષ્કાની ભાવુક પોસ્ટ, કહ્યું- તમે જિંદગીની સૌથી શાનદાર ઈનિંગ રમી

મેલબોર્નઃ Anushka Sharma Virat Kohli: ટી20 વિશ્વકપમાં ભારતે પાકિસ્તાનને હરાવી દેશને દિવાળીની ભેટ આપી છે. દેશના લોકો ફટાકડા ફોડીને જીતનો જશ્ન મનાવી રહ્યાં છે. તો વિરાટ કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા પતિની આ ઈનિંગ જોઈને ખુશીથી ઝુમી ઉઠી છે. અનુષ્કા શર્માએ વિરાટ કોહલીની શાનદાર ઈનિંગ અને ભારતની જીત પર એક પોસ્ટ લખી છે, જે વાયરલ થઈ રહી છે. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટ કોહલીની પ્રશંસા કરી અને ભાવુક થઈ છે. આ પોસ્ટ સાથે અનુષ્કાએ મેચ દરમિયાન વિરાટ કોહલીની કેટલીક તસવીરો પણ શેર કરી છે. 

fallbacks

અનુષ્કા શર્માએ લખી ભાવુક પોસ્ટ
વિરાટ કોહલીની શાનદાર બેટિંગ અને ભારતની જીત બાદ અનુષ્કાએ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં અનુષ્કાએ વિરાટની પ્રશંસા કરતા લખ્યું- તે આજે લાખો કરોડો લોકોની જિંદગીમાં દિવાળી પહેલા ખુશીઓ લાવી દીધી છે. તું મારી જિંદગીનો સૌથી સારો વ્યક્તિ છે માઈ લવ. તારી રમત, ઇચ્છા શક્તિ બધુ લાજવાબ છે. મેં મારી જિંદગીની સૌથી શાનદાર મેચ અત્યારે જોઈ. 

જિંદગીની સૌથી દમદાર ઈનિંગ રમી
આ સાથે અનુષ્કાએ આગળ લખ્યું- ભલે આપણી પુત્રી અત્યારે નાની છે અને કંઈ સમજી શકતી નથી પરંતુ જ્યારે તે મોટી થશે તો તે વાતને સમજી શકશે કે કેમ તેની માતા ટીવી જોતા ડાન્સ કરી રહી હતી અને ખુશીથી બુમ પાડી રહી હતી. એક દિવસ તે જરૂર સમજશે કે તેના પિતાએ જિંદગીની સૌથી શાનદાર ઈનિંગ રમી છે. ત્યારબાદ તે પહેલાથી મજબૂત બનીને બહાર આવ્યા છે. સો પ્રાઉડ ઓફ યૂ.... લવ યૂ ફોરેવર પછી ભતે તે ગમે તે પરિસ્થિતિ કેમ ન હોય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More