Home> Entertainment
Advertisement
Prev
Next

બીજીવાર માતા-પિતા બન્યા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું છે નામ

Anushka Sharma Welcomed Baby Boy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી માતા-પિતા બની ગયા છે. અભિનેત્રી અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ સમાચાર આપ્યા છે.
 

બીજીવાર માતા-પિતા બન્યા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ, જાણો શું રાખ્યું છે નામ

નવી દિલ્હીઃ Anushka Sharma Welcomed Baby Boy: અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બીજીવાર માતા-પિતા બની ગયા છે. અભિનેત્રીએ પુત્રને જન્મ આપ્યો છે. આ વાતની જાણકારી ખુદ અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આપી છે. અભિેત્રીએ જણાવ્યું કે તેણે 15 ફેબ્રુઆરીએ પોતાના બીજા બાળકનું સ્વાગત કર્યું છે. આ પોસ્ટમાં અનુષ્કાએ પુત્રનું નામ જણાવી દીધુ છે. 

fallbacks

અનુષ્કા શર્માએ પોસ્ટ લખી- ભરપૂર ખુશી અને પ્રેમથી ભરેલા દિલ સાથે, અમને બધાને જણાવતા ખુશી થઈ રહી છે કે 15 ફેબ્રુઆરીએ અમે અમારા બાળક અકાય અને વામિકાના નાના ભાઈનું આ દુનિયામાં સ્વાગત કર્યું. અમે અમારી જિંદગીના આ શાનદાર સમયમાં તમારી દુવાઓ અને શુભકામનાઓ ઈચ્છીએ છીએ. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ સમયે મહેરબાની કરી અમારી પ્રાઇવેસીની ઈજ્જત કરો. પ્રેમ અને આભાર.

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝમાંથી બહાર છે કોહલી
નોંધનીય છે કે વિરાટ કોહલી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી રહ્યો નથી. કોહલીએ અંગત કારણોસર આ સિરીઝમાંથી પોતાનું નામ પરત લઈ લીધુ હતું. વિરાટ કોહલી આ સમયમાં અનુષ્કાની સાથે છે. હવે કિંગ કોહલી આઈપીએલમાં રમતો જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More