Home> Entertainment
Advertisement
Prev
Next

16 વર્ષના દીકરાના બાપ એવા બોલિવૂડ સ્ટારના બીજા લગ્ન! પરિવારનો ભારે વિરોધ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સિવાય બોલિવૂડના એક કપલના લગ્ન સામે આવી રહ્યા છે

16 વર્ષના દીકરાના બાપ એવા બોલિવૂડ સ્ટારના બીજા લગ્ન! પરિવારનો ભારે વિરોધ

મુંબઈ : પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ સિવાય બોલિવૂડના એક કપલના લગ્ન સામે આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે સલમાન ખાનનો ભાઈ અરબાઝ ખાન 51 વર્ષે બીજા લગ્ન કરવાની તડામાર તૈયારી કરી રહ્યો છે. અરબાઝ બહુ જલ્દી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનીને જીવનસાથી બનાવી લેશે. ખાનપરિવારના નજીકના સુત્રએ માહિતી આપી છે કે અરબાઝને આ લગ્ન કરવા માટે તેનો પરિવાર ચોખ્ખી ના પાડી રહ્યો છે પણ આમ છતાં તે પરિવારની મરજી વગર પણ આ લગ્ન કરવા માગે છે.  નોંધનીય છે કે અરબાઝના મોડેલ મલાઇકા અરોરા સાથેના 17 વર્ષના લગ્નજીવનનો અંત આવી ગયો છે અને તે હાલમાં 16 વર્ષના દીકરા અરહાનનો પિતા છે. 

fallbacks

સલમાનનો નાનો ભાઈ અરબાઝ ખાન છેલ્લા કેટલાક સમયથી પોતાની કરિયરને કારણે નહીં પણ અંગત જીવનને લીધે ચર્ચામાં છે. છેલ્લા ઘણા સમયથી અરબાઝ ક્યારેક તેની એક્સ વાઈફ મલાઈકા અરોરા તો ક્યારેક ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાને મીડિયામાં ચમકતો રહે છે. ઈટાલિયન મોડલ જ્યોર્જિયા અને અરબાઝની રિલેશનશિપ અંગે અનેક વાતો સામે આવી રહી છે. અરબાઝના જન્મદિવસે હાલમાં જ્યોર્જિયાએ પણ અરબાઝ સાથેનો એક ફોટોગ્રાફ પોસ્ટ કરીને તેને બર્થડેની શુભકામના પાઠવી હતી.

fallbacks

અરબાઝે 4 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી હતી. અરબાઝ અને તેની બહેન અર્પિતાનો જન્મદિવસ એક જ દિવસે 4 ઓગસ્ટના રોજ હતો. અરબાઝના જન્મદિવસે જ્યોર્જિયાએ બંનેનો ફોટો અપલોડ કરીને લખ્યું કે, ‘યૂ યોર ડે…હેપ્પી બર્થડે રોકસ્ટાર’. હાલમાં અરબાઝ પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર ગયો હતો. આ સમયે તેને એક્સ પત્ની મલાઇકાના પરિવારે કંપની આપી હતી. મળતી માહિતી પ્રમાણે અરબાઝ પોતાની એક્સવાઇફના પરિવારની બહુ નજીક છે. આ કારણોસર તેની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ અને મલાઇકાના પરિવાર વચ્ચે પણ સારી મિત્રતા થઈ ગઈ છે. ગયા વર્ષે મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થયા છે અને ડિવોર્સ પછી બંને અલગ રહે છે. તેમનો દીકરો અરહાન મલાઇકા સાથે રહે છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઈ ગયા પછી પણ બંને પોતપોતાના સાસરાપક્ષની નજીક છે અને અરબાઝ અનેકવાર મલાઇકાના પરિવાર સાથે આઉટિંગમાં જોવા મળ્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More