Home> Entertainment
Advertisement
Prev
Next

Video: કારમાં શુરા ખાન સાથે રોમેન્ટિક થયો અરબાઝ, વીડિયો જોઈ લોકો કહ્યું, "ક્યા બાત હૈ... ફુલ મજે"

Arbaaz Khan Sshura Khan Romantic Video: લગ્ન પછી અરબાઝ અને શુરા ખાન દરેક ખાસ દિવસને અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કરતા જોવા મળે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાના વિડીયો અને ફોટો શેર કરતા હોય છે. શુરા ખાને અરબાઝ સાથેનો એક રોમેન્ટિક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Video: કારમાં શુરા ખાન સાથે રોમેન્ટિક થયો અરબાઝ, વીડિયો જોઈ લોકો કહ્યું,

Arbaaz Khan Sshura Khan Romantic Video: બોલીવુડ એક્ટર અને નિર્દેશક અરબાઝ ખાન પોતાના નવા નવા લગ્નજીવનને ખૂબ જ માણી રહ્યો છે. મલાઈકા અરોરા સાથે ડિવોર્સ થયા પછી અરબાઝ ખાને ગયા વર્ષે શુરા ખાન સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અરબાઝ અને શુરા ખાન દરેક ખાસ દિવસને અલગ જ અંદાજમાં સેલિબ્રેટ કરતા જોવા મળે છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાના વિડીયો અને ફોટો શેર કરતા હોય છે. શુરા ખાને અરબાઝ સાથેનો એક રોમેન્ટિક વિડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ કપલ નો વિડીયો જોઈને લોકો ભારે મજા લઇ રહ્યા છે. 

fallbacks

આ પણ વાંચો: Munjya Teaser: ચેતવણી.. હિંમત હોય તેણે જ જોવું આ ટીઝર, મુન્જયાને જોઈ થઈ જશે ધ્રુજારી

તાજેતરમાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં અરબાઝ ખાન પોતાની પત્ની માટે ગીત ગાતો જોવા મળે છે. અરબાઝ ખાન અને શુરા ખાન મેજિકલ લોંગ ડ્રાઈવ પર નીકળ્યા હતા. ડ્રાઇવ દરમિયાન અરબાઝ ખાન રોમેન્ટિક થઈ ગયો અને તેણે શુરા ખાન માટે ગીત ગાવાનું શરૂ કર્યું. આ વિડીયો રેકોર્ડ કરીને શુરા ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર ચલાવતા ચલાવતા અરબાઝ ખાન ગીત પણ ગાઈ રહ્યો છે. અરબાઝ ખાન ગીત ગાતા મોબાઈલ સામે જોઈને એક્સપ્રેશન પણ આપે છે. વીડિયોના કેપ્શન માં શુરા ખાને લખ્યું છે મેજિક... નાઈટ ડ્રાઈવ. સાથે જ તેણે અરબાઝ ખાનને ટેગ કર્યો છે. 

આ પણ વાંચો: ફરી શરુ થઈ કૈટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચા, આ Video જોઈ તમે જ નક્કી કરો શું સાચું?

અરબાઝ ખાન અને શુરા ખાનનો આ વિડીયો લોકોને પણ પસંદ આવી રહ્યો છે. લોકો વિડીયો પર અલગ અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું છે, "શું વાત છે ભાઈ ફુલ મજા થઈ રહી છે..." અન્ય એક યુઝરે લખ્યું છે "ફાઇનલી ભાઈને સાચો પ્રેમ મળી ગયો." એક યુઝરે કપલની કેમેસ્ટ્રીને નવા પ્રેમનું નામ દીધું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by sshura Khan (@sshurakhan)

મહત્વનું છે કે અરબાઝ ખાન અને શુરા ખાને 24 ડિસેમ્બર 2023 ના રોજ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. જેમાં ફક્ત પરિવારના લોકો અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More