Home> Entertainment
Advertisement
Prev
Next

અર્જુન કપૂર અને જહાન્વી કપૂરે  મળીને લીધો મોટો નિર્ણય

શોના મહેમાનોના લિસ્ટ વિશે ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે

અર્જુન કપૂર અને જહાન્વી કપૂરે  મળીને લીધો મોટો નિર્ણય

મુંબઈ : ટૂંક સમયમાં કરણ જોહરનો ટોક શો “કોફી વિથ કરણ” શરૂ થવા જઈ રહ્યો છે. શોના મહેમાનોના લિસ્ટ વિશે ઘણા સમયથી ચર્ચા કરવામાં આવી રહી છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે જહાન્વી હવે કરણના ચેટ શોમાં તેના ભાઈ અર્જુન સાથે ડેબ્યૂ કરશે.  બોલિવૂડ એક્ટ્રેસ શ્રીદેવીના મૃત્યુ પછી બોની કપૂરના ચારેય બાળકો એકબીજાની નજીક આવી ગયા છે. હાલમાં બોની કપૂરની પહેલી પત્ની મોના કપૂરના બાળકો અર્જુન અને અંશુલા એક ઘરમાં રહે છે અને બીજી પત્ની શ્રીદેવીના બાળકો જાન્હવી અને ખુશી બીજા ઘરમાં. જોકે શ્રીદેવીના અવસાન પછી આ ચારેય એકબીજાના ઘરે જોવા મળે છે. હવે માહિતી મળી છે કે બોની કપૂર પોતાના ચારેય બાળકો સાથે એક જ ઘરમાં રહેવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. 

fallbacks

બોલિવૂડ હંગામાએ સુત્રોના હવાલાથી લખ્યું છે કે બોની ચારેય બાળકો વચ્ચેનું બોન્ડિંગ જોઈને બધા એક ઘરમાં રહી શકે એવું પ્લાનિંગ કરી રહ્યા છે. મુશ્કેલીની ઘડીમાં જે રીતે આ અર્જુન, અંશુલા, જાન્હવી અને ખુશી એકબીજાને સપોર્ટ આપી રહ્યા છે એ જોઈને બોનીને આ વિચાર આવ્યો છે. 

સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે જાહ્નવી શોમાં ડેબ્યુ કરશે. અર્જુન કપૂર તેનો જોડીદાર બનશે, તે એકબીજાની નજીક છે. રિપોર્ટ પ્રમાણે જહાન્વી અને અર્જુન સિવાય ન્યુલી મેરીડ કપલ પણ આ શોમાં જોવા મળશે. તેમાં વિરાટ કોહલી-અનુષ્કા શર્મા અને સોનમ કપૂર-આનંદ આહુજા શામેલ છે. આ ઉપરાંત કરણના શોમાં સ્ટારકિડ્સ પણ જોવા મળી શકે છે. આ લિસ્ટમાં સુહાના ખાન, અહાન પાંડે, અનન્યા પાંડેના નામ શામિલ છે. આ શોની આ 6 સીઝન હશે અને તેનો ટીઝર વીડિયો રિલીઝ થઈ ચુક્યો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More