Home> Entertainment
Advertisement
Prev
Next

અર્જુનની ડિવોર્સી અને 12 વર્ષ મોટી મલાઇકા સાથે ખુલ્લેઆમ ઇશ્કબાજી, હવે આ ગુંચવાડામાં પ્રેમિકાના દીકરાની એન્ટ્રી

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર વચ્ચે ખુલ્લેઆમ ઇશ્કબાજી ચાલી રહી છે

અર્જુનની ડિવોર્સી અને 12 વર્ષ મોટી મલાઇકા સાથે ખુલ્લેઆમ ઇશ્કબાજી, હવે આ ગુંચવાડામાં પ્રેમિકાના દીકરાની એન્ટ્રી

મુંબઈ : બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂર વચ્ચે ખુલ્લેઆમ ઇશ્કબાજી ચાલી રહી છે અને એના એક કરતા વધારે પુરાવા પણ મળ્યા છે. અર્જુન નિયમિત રીતે મલાઈકાની ગર્લ ગેંગની પાર્ટીમાં પ્રેમિકા સાથે હાજરી આપે છે. મલાઈકાનો ખાસ મિત્ર કરણ જોહર વાત-વાતમાં આ તરફ ઈશારો પણ કરી ચૂક્યો છે. મલાઇકા બોયફ્રેન્ડ અર્જુન કરતા બાર વર્ષ મોટી છે. તે ડિવોર્સી છે અને પહેલાં પતિ અરબાઝથી તેને 16 વર્ષનો દીકરો અરહાન પણ છે. હવે અર્જુન અને મલાઇકાના ગુંચવાડાભર્યા પ્રેમપ્રકરણમાં મલાઇકાના દીકરા અરહાનની એન્ટ્રીા થઈ છે. 

fallbacks

રવિવારે અર્જુન અને મલાઈકાને મુંબઈના બાંદરા વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં લંચ કરીને પરત ફરતી વખતે કેમેરામાં ક્લિક થયા હતા. આ વખતે તેમની સાથે મલાઈકાનો પુત્ર અરહાન ખાન પણ હતો. મલાઈકા અને અર્જુનની વધતી નિકટતાઓ અંગે સલમાન ખાનની નારાજગીની વાતો પણ સામે આવી ચૂકી છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે બંને ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#arjunkapoor #mallaikaarora with #arhankhan

A post shared by Viral Bhayani (@viralbhayani) on

પ્રતીકે પોસ્ટ કરી પત્ની સાથેની ટોપલેસ તસવીર અને પડી ચાહકોની ગાળો, પછી...

અર્જુન અને મલાઇકાની રિલેશનશીપ બોલિવૂડમાં ચર્ચાનો મુદ્દો છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અને પ્રોડ્યુસર બોની કપૂરના દીકરા અર્જુનની રિલેશનશીપથી સલમાન બહુ અપસેટ છે. આ કારણોસર સલમાને હાલમાં બોની કપૂરની બે મોટી ફિલ્મોમાં કામ કરવાની ના પાડી દીધી છે. અરબાઝ અને મલાઇકાએ ગયા વર્ષે દાયકા જુના લગ્ન પછી ડિવોર્સ લીધા છે. 

ડેક્કન ક્રોનિકલના સમાચાર પ્રમાણે બોની કપૂરે પોતાની બે ફિલ્મો માટે સલમાનને સાઇન કર્યો હતો પણ હવે સલમાને આ પ્રોજેક્ટમાં કામ કરવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બોની કપૂર નજીકના ભવિષ્યમાં સલમાન સાથે વોન્ટેડ 2 અને એન્ટ્રીમાં કામ કરવાનો હતો પણ હવે તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે. ચર્ચા પ્રમાણે અર્જુન અને મલાઇકાના અફેરને કારણે આ નિર્ણય લેવાયો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More