Home> Entertainment
Advertisement
Prev
Next

અર્જુન કપૂરની સાથે રોમેન્ટિક હોલીડે પર છે મલાઇકા, ન્યૂયોર્કથી શેર કર્યો આ PHOTO

મલાઇકાએ પોતાની ઇંસ્ટા સ્ટોરી પર આ વેકેશનની ફોટો શેર કરી છે જ્યાંથી તેની હોટેલનો વ્યૂ દેખાઈ રહ્યો છે. મલાઇકાએ આ સિવાય વધુ એક ફોટો શેર કર્યો છે. 
 

અર્જુન કપૂરની સાથે રોમેન્ટિક હોલીડે પર છે મલાઇકા, ન્યૂયોર્કથી શેર કર્યો આ PHOTO

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા અર્જુન કપૂર આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ વખતનો જન્મદિવસ અર્જુન કપૂર માટે ઘણો ખાસ છે કારણ કે અભિનેતા પોતાની લેડી લવની સાથે તેને ઉજવી રહ્યો છે. અર્જુન ન્યૂયોર્કમાં મલાઇકા સાથે હોલીડે મનાવવા પહોંચ્યો છે. મલાઇકાએ પોતાની ઇંસ્ટા સ્ટોરી પર આ વેકેશનની ફોટો શેર કરી છે જ્યાંથી તેની હોટેલનો વ્યૂ દેખાઈ રહ્યો છે. મલાઇકાએ આ સિવાય વધુ એક ફોટો શેર કર્યો છે. મહત્વનું છે કે 26 જૂન 1985મા મુંબઈના ફેસમ પરિવારમાં જન્મેલા અર્જુને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'ઇશ્કજાદે'થી કરી હતી. અર્જુન ફિલ્મમેકર બોની કપૂરનો પુત્ર છે. 

fallbacks

અર્જુનનો ઘણા સેલિબ્રિટીઓએ જન્મદિવસની શુભકામના આપી છે. તો મલાઇકાએ પોતાની ઇંસ્ટા સ્ટોરી પર બે ફોટો શેર કર્યાં છે. 

fallbacks

મહત્વનું છે કે અર્જુન કપૂરની પ્રથમ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મ માટે અર્જુનને ફિલ્મફેયર બેસ્ટ મેલ ડેબ્યૂ એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવ્યો હતો. અર્જુને પોતાના આ જન્મદિવસને ખાસ બનાવવા માટે કથિત ગર્લફ્રેન્ડ મલાઇકા અરોડાની સાથે ન્યૂયોર્કમાં છે. 

આસિસ્ટન્ટ ડાયરેક્ટર રહી ચુક્યો છે અર્જુન
બોલીવુડમાં પગ મુકતા પહેલા અર્જૂન આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફિલ્મ કલ હો ન હોને ડાયરેક્ટ કરી ચુક્યો છે. ત્યારબાદ બોલીવુડના દબંગ સલમાન ખાનની ફિલ્મ વોન્ટેડમાં પણ આસિસ્ટન્ટ ડાયરેક્ટર હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More