Home> Entertainment
Advertisement
Prev
Next

Drugs Case: બસ એક નિવેદનથી વધી Arjun Rampalની મુશ્કેલીઓ, થઇ શકે છે ધરપકડ

આજે અર્જુન રામપાલને ડ્રગ્સ કેસમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. આ કેસમાં એનસીબીએ દિલ્હીના એક ડોક્ટરનું પણ નિવેદન નોંધ્યું છે. એનસીબીએ આ ડોક્ટરનું નિવેદન કોર્ટમાં 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નોંધાવી લીધું છે.  

Drugs Case: બસ એક નિવેદનથી વધી Arjun Rampalની મુશ્કેલીઓ, થઇ શકે છે ધરપકડ

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતનાકેસ બાદ સામે આવેલા બોલીવુડના ડ્રગ્સ કનેક્શન હવે ઘણા રહસ્યો દબાવીને બેઠું છે. ગત લાંબા સમયથી NCB આ બોલીવુડ ડ્રગ્સ કેસના લીધે અર્જુન રામપાલ (Arjun Rampal) ની તપાસમાં લાગી છે, ડ્રગ્સ કેસમાં આજે 21 ડિસેમ્બરના રોજ તે NCB સમક્ષ ફરીથી હાજર થયા, પરંતુ હવે દિલ્હીના એક ડોક્ટરના નિવેદન બાદ તેમની મુશ્કેલીઓ વધતી જતી જોવા મળી રહી છે. આ નિવેદન બાદ અર્જુન રામપાલ (Arjun Rampal) ની ધરપકડ થવાનો ખતરો પણ વધતો જતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

એક સમાચાર ચેનલના જણાવ્યા અનુસાર આજે અર્જુન રામપાલને ડ્રગ્સ કેસમાં કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે. આ કેસમાં એનસીબીએ દિલ્હીના એક ડોક્ટરનું પણ નિવેદન નોંધ્યું છે. એનસીબીએ આ ડોક્ટરનું નિવેદન કોર્ટમાં 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પણ નોંધાવી લીધું છે.  

સમાચાર અનુસાર ડોક્ટરે કહ્યું કે આ કેસ હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે, એટલા માટે તેની સાથે જોડાયેલ ડિટેલ હું તમારી સાથે શેર ન કરી શકું. પરંતુ જે પણ જરૂરી વાતો છે હું મારા નિવેદન દ્વારા એનસીબીને કહી છે. આ સાથે જ હું મેજિસ્ટ્રેટ સામે પોતાનું નિવેદન આપવામાં આવ્યું છે. હું એનસીબીને સહયોગ કરીશ.  

Bigg Boss 14ના ઘરમાં થશે 'ધાકડ' એન્ટ્રી, એન્ટરટેનમેંટનો ડોઝ વધારશે BJP નેતા

સૂત્રોનું મનીએ તો થોડા દિવસો પહેલાં આ મામલે એનસીબીએ મુંબઇને પણ એક ડોક્ટરનું નિવેદન લીધું છે. તો બીજી તરફ એ પણ સમાચાર છે કે અર્જુન રામપાલના એક નજીકના દિલ્હીના એક ડોક્ટર પાસેથી બેક ડેટમાં પ્રિસ્ક્રિપ્શન લખાવ્યા જેના લીધે એનસીબીને દગામાં રાખીને તપાસથી બચી શકાય. 

આ સૂત્રોના અનુસાર જે દવાનું પ્રિસ્ક્રિપ્શન અર્જુન રામપાલને દિલ્હીમાં પોતાના નજીકના પાસેથી લખાવ્યું હતું તો બીજી તરફ પ્રિસ્ક્રિપ્શન તેમણે એનસીબીની સમક્ષ રાખ્યું હતું. તેના પર જ્યારે એનસીબીને શંકા થઇ તો ડોક્ટરને પૂછપરછ કરવામાં આવી અને ફરી નિવેદન રેકોર્ડ કરવામાં આવ્યું છે. 

તમને જણાવી દઇએ કે અર્જુન રામપાલના ઘરે જ્યારે એનસીબીએ રેડ મારી હતી તે દરમિયાન ત્યાંથી કેટલીક અવૈધ મેડિસિન મળી આવી હતી, આ દવાઓ NDPS એક્ટ હેઠળ આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More