Home> Entertainment
Advertisement
Prev
Next

અભિનેતા આસિફ બસરાનું નિધન, બોલીવુડ સેલિબ્રિટીએ વ્યક્ત કર્યુ દુખ

Asif basra dies by suicide: અભિનેતા આસિફ બસરા હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધર્મશાળાના એક પ્રાઇવેટ ગેસ્ટહાઉસમાં તેઓ મૃત મળ્યા. રિપોર્ટસ પ્રમાણે તેમણે ગુરૂવારે આપઘાત કર્યો હતો. કાંગડાના એસપી વિમુક્ત રંજને આ મામલાની પુષ્ટિ કરી છે. 
 

અભિનેતા આસિફ બસરાનું નિધન, બોલીવુડ સેલિબ્રિટીએ વ્યક્ત કર્યુ દુખ

નવી દિલ્હીઃ બોલીવુડની ઘણી ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગની મદદથી અલગ મુકામ હાસિલ કરનારા અભિનેતા આસિફ બસરાએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ધર્મશાળાના એક પ્રાઇવેટ ગેસ્ટહાઉસમાં તેઓ મૃત મળ્યા. રિપોર્ટસ પ્રમાણે તેમણે ગુરૂવારે આપઘાત કર્યો હતો. કાંગડાના એસપી વિમુક્ત રંજને આ મામલાની પુષ્ટિ કરી છે. આસિફ બસરાના મોતની જાણકારી મળપા ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

fallbacks

આસિફ બસરાના અચાનક મોતથી બોલીવુડ સેલિબ્રિટીને ઝટકો લાગ્યો છે. ત્યારબાદ હંસલ મેહતા, મનોજ બાજપેયી, ઇમરાન હાશમી, દિવ્યા દત્તા, સ્વરા ભાસ્કર સહિત અનેક સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યુ છે. 

આસિફ બસરાએ 'કાય પો છે', 'બ્લેક ફ્રાઈડે', 'વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઈ', 'કૃષ 3', 'એક વિલન', 'મજુંનાથ', 'જબ વી મેટ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેમણે ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું હતું. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More