Home> Entertainment
Advertisement
Prev
Next

'ગત વર્ષે સુશાંતના એકાઉન્ટમાં 30 કરોડ હતા, ક્યારેય અંદરથી દરવાજો લોક કરતા ન હતા'

સુશાંત સિંહના આસિસ્ટન્ટ બોય અંકિત આચાર્ય, જેમણે ત્રણ વર્ષ સુધી સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. તેમણે ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવતીને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

'ગત વર્ષે સુશાંતના એકાઉન્ટમાં 30 કરોડ હતા, ક્યારેય અંદરથી દરવાજો લોક કરતા ન હતા'

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ એક પછી એક તેમના નજીકના નિવેદન સામે આવી રહ્યા છે. સીબીઆઇ હવે આ કેસની તપાસ કરી રહી છે. તો બીજી તરફ સુશાંત સિંહના આસિસ્ટન્ટ બોય અંકિત આચાર્ય, જેમણે ત્રણ વર્ષ સુધી સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. તેમણે ZEE NEWS સાથે ખાસ વાતચીતમાં સુશાંત સિંહ રાજપૂત અને રિયા ચક્રવતીને લઇને ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. 

fallbacks

અંકિત આચાર્યના અનુસાર સુશાંત સુસાઇડ ન કરી શકે, અને જાણીને આશ્વર્યમાં છે કે સુશાંતે પોતાના રૂમનો દરવાજો બંધ કર્યો, જ્યારે ત્રણ વર્ષ સુધી અંકિતે સુશાંત સાથે કામ કર્યું પરંતુ તે ક્યારેય પોતાનો રૂમ લોક કરીને સુતા નથી. એવામાં અંકિત એ સવાલ ઉઠાવી રહ્યા છે કે સુશાંત સિંહ રાજપૂતનો રૂમ કેવી રીતે લોક થયો. અંકિત અનુસાર ઓક્ટોબર 2018માં સુશાંત સિંહ રાજપૂતના એકાઉન્ટમાં 30 કરોડ રૂપિયા હતા, જુલાઇ 2019ના અંતિમ અઠવાડિયામાં અંકિત કેટલાક અંગત કામથી રજા પર ગયા હતા. આવ્યા પછી તેમને કામ પર લેવામાં આવ્યા ન હતા, જ્યારે અંકિતને તેનું કારણ ખબર પડી કે રિયાએ સુશાંતના જૂના સ્ટાફને બદલી દીધો છે, જેના લીધે તેમને પણ કામ પરથી નિકાળી દેવામાં આવ્યા છે. 

અંકિતના અનુસાર રિયા સુશાંતની જીંદગીમાં આવી ત્યારથી તે પરેશાન રહેતા હતા. હવે આ કેસના સીબીઆઇ પાસે જતાં તે ખુશ છે, હવે તેમને વિશ્વાસ છે કે હત્યારો પકડાઇ જશે. તેમણે પોતાના આ ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે સુશાંત હીરો પહેલાં સારા વ્યક્તિ હતા. ક્યારેક ક્યારેક તે રોટલી બનાવતા હતા. 3 વર્ષ અમે સાથે કામ કર્યું હતું. ફક્ત તે જિમન સમયે જ પ્રોટીન શેક, કેલ્શિયમની દવા લેતા હતા. અમારી સામે તેમણે ક્યારે ડિપ્રેશનની દવા લીધી નથી.

જ્યારે હું ઓક્ટોબરમાં સુશાંતને મળ્યો હતો તો તે ડિપ્રેશનમાં હતા. આંખ નીચે ડાર્ક સર્કલ, ચહેરા પર ટેન્શન હતું. પોતાનો મોબાઇલ વારંવાર જોતા ફેંકી દેતા હતા. રિયાએ જૂના ઘરને કહ્યું ભૂતિયા છે. ઘરે ખૂબ પૂજાપાઠ થતી હતી. સવારે ઉઠીને સુશાંત મહામૃત્યુંજય મંત્ર સાંભળતા હતા. ભગવાન ભોલેનાથના ભક્ત હતા.

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More