અમદાવાદ :દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજયેપી (Atal Bihari Vajpayee) આજે ભલે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની યાદગીરી આજે પણ અનેક દિલોમાં જીવતી છે. 25 ડિસેમ્બર આવતા જ વાજપેયીની યાદ તાજી થઈ જાય છે. વર્ષ 1924માં આજના દિવસે જ ગ્વાલિયરમાં તેમનો જન્મ થયો હતો. વાજપેયીએ 16 ઓગસ્ટ, 2018ના રોજ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે, કેવી રીતે વાજપેયી નહેરુના બોલિવુડ કાર્ડના શિકાર બન્યા હતા. જો તમને લાગે કે, ફિલ્મી સ્ટાર્સ રાજનીતિમાં આવે તે નવી બાબત હોય તો તમે ખોટા છો. કેમ કે, આ સ્ટાઈલ તો 1962ના વર્ષથી દેશમાં ચાલે છે. વર્ષ 1962માં પહેલીવાર દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ (jawaharlal nehru) એ ઈલેક્શન મેદાનમાં અટલ બિહારી વાજપેયીને હરાવવા માટે બે માસ્ટર કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જેમાં એક હતું મહિલા કાર્ડ અને બીજું બોલિવુડ કાર્ડ...
નહેરુ આ બાબત સારી રીતે જાણતા હતા કે, તે સમયના યુવા નેત વાજપેયીની હરાવવું તેમના માટે સરળ ન હતુ, તેથી તેઓએ પહેલા મહિલા કાર્ડ અને પછી બોલિવુડ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. 1962ના ઈલેક્શનમાં વાજપેયીને હરાવવા માટે નહેરુએ સૌથી પહેલા દિલ્હીથી ઉર્જાવાન અને સુંદર સુભદ્રા જોશીને તેમની વિરુદ્ધ બલરામપુરથી ઈલેક્શન લડવા માટે મોકલ્યા. સુભદ્વારા પંજાબથી આવેલા શરણાર્થી હતા. મધ્યપ્રદેશના સાગરમાં થયેલા 1961ના રમખાણોમાં તેમને ઘણુ કામ કર્યું હતું. દિલ્હીમાં પણ કોંગ્રેસ અધ્યક્ષ રહી હતી. પાકિસ્તાનના સિયાલકોટના તેઓ રહેવાસી હતા. જોકે, તેમનુ ઉત્તરપ્રદેશ સાથે કોઈ લેવાદેવા ન હતું. બલરામપુર તેઓ પહેલીવાર ગયા હતા. પરંતુ નહેરુનો ભરોસો હતો કે, અટલજીના મુકાબલે વધુ ભીડ સુંદર મહિલા જ એકઠી કરી શકે છે.
પરંતુ નહેરુએ માત્ર સુભદ્રા જોશી પર જ વિશ્વાસ ન કર્યો. તેઓએ બલરાજ સહાની જેવા મોટા ફિલ્મી અભિનેતાનો પણ સંપર્ક કર્યો હતો અને અટલજીની વિરુદ્ધ સુભદ્રાના હકમાં ઈલેક્શન કરવા કહ્યું હતું. પ્રખ્યાત ઉર્દૂ કવિ અને રાજ્યસભાના પૂર્વ સદસ્ય બકેલ ઉત્સાહીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું હતું કે, વાજપેયીને હરાવવા માટે નહેરુએ મારી સાથે દિગ્ગજ અભિનેતા સહાનીને બલરામપુર મોકલ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, બલરાજજી મારા ઘર પર બે દિવસ રહ્યા હતા અને તેનુ પરિણામ ઐતિહાસિક રહ્યું હતું. એક રાજનીતિક તજજ્ઞએ એક સાંસદને હરાવ્યા હતા. બલરાજજીએ સુભદ્રા માટે ભીડ એકઠી કરવા મદદ કરી હતી.
જોકે, અનેક વર્ષો બાદ વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા હતા. એકવાર નહિ, બે વાર બન્યા હતા. માત્ર 13 દિવસ માટે પહેલીવાર અને બીજીવાર લોકસભાના પૂર્ણ કાર્યકાળ માટે. બેકલ ઉત્સાહીએ જણાવ્યું કે, આ બલરામપુર હતું, જેણે પહેલીવાર ઈલેક્શન દરમિયાન પ્રચાર કરનારા ફિલ્મી સ્ટાર્સની સાથે ભારતીય રાજનીતિમાં એક નવો આયામ જોડ્યો હતો. ત્યારથી અનેક અભિનેતાઓ અને અભિનેત્રીઓને ઉમેદવારના રૂપમાં ઈલેક્શનમાં લાવવામાં આવ્યા, તેમના દ્વારા પ્રચારમાં પણ મદદ મળી. તેના બાદથી જ ફિલ્મી સ્ટાર્સ અને રાજનીતિક પાર્ટીઓ માટે પ્રચારપ્રસાર કરવાનું શરૂ થયું. ક્યારેક અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના અને સુનીલ દત્ત જેવા દિગ્ગજ અભિનેતાઓના ઈલેક્શન પ્રચાર માટે કોંગ્રેસનો સાથ આપતા નજર આવ્યા, તો ક્યાંક ઈલેક્શનને રસપ્રદ બનાવવા માટે શત્રુઘ્ન સિન્હા, વિનોદ ખન્ના, હેમા માલિની, ધર્મેન્દ્ર બીજેપીની સાથે ઉભા રહેલા દેખાયા. હવે બોલિવુડના અનેક સ્ટાર્સ મેદાનમાં નજર આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે