નવી દિલ્હીઃ ઓગસ્ટનો મહિનો મનોરંજનથી ભરપૂર રહેવાનો છે. જ્યાં એક તરફ ઓગસ્ટમાં માત્ર તહેવારો જ નહીં, ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે. ઓગસ્ટમાં ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થશે જેમાં આમિર ખાન, વિજય દેવરકોંડા, અક્ષય કુમાર અને આલિયા ભટ્ટ જેવા સિતારાઓના નામ સામેલ છે. ફેન્સ પણ આ ફિલ્મોની રાહ જોઈ રહ્યાં છે આજે અમે તમને ઓગસ્ટમાં રિલીઝ થનારી ફિલ્મોની જાણકારી આપીશું.
લાલ સિંહ ચડ્ઢા
સૌથી પહેલા વાત કરીએ ફિલ્મ લાલ સિંહ ચડ્ઢાની જેમાં આમિર ખાન અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મથી સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય પોતાનું બોલીવુડ ડેબ્યૂ કરી રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
રક્ષા બંધન
અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ રક્ષાબંધન આમિર ખાનની લાલ સિંહ ચડ્ઢાને ટક્કર આપશે. આ ફિલ્મ પણ 11 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે. ફિલ્મને આનંદ એલ રાયે ડાયરેક્ટ કરી છે.
આ પણ વાંચોઃ રાતની રંગીન પાર્ટીમાં સાડી ઉતારીને મસ્તીમાં ચૂર થઈ ઉર્ફી, અભિનેત્રીનો લુક જોઈને બધા ડઘાઈ ગયા!
ડાર્લિંગ્સ
આલિયા ભટ્ટની પ્રોડ્યૂસર તરીકે પ્રથમ ફિલ્મ ડાર્લિંગ્સની લોકો આતૂરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આલિયા સિવાય ફિલ્મમાં વિજય વર્મા, શેફાલી શાહ અને રોશન મેથ્યૂ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે.
લાઇગર
હવે વાત કરીએ મચઅવેટડ મૂવી લાઇગર વિશે, જેમાં સાઉથના હેન્ડસમ હંક વિજય દેવરકોંડા અને બોલીવુડની અભિનેત્રી અનન્યા પાંડે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ ચર્ચામાં છે, હવે લોકો તેની રાહ જોઈ રહ્યાં છે. વિજય અને અનન્યાની ફિલ્મ લાઇગર 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
દોબારા
તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મ દોબારા સસ્પેન્સ થ્રિલર છે. આ મર્ડર મિસ્ટ્રીનું ટ્રેલર હાલમાં રિલીઝ થયું હતું. અનુરાગ કશ્યમની આ ફિલ્મ 25 ઓગસ્ટે થિએટર્સમાં આવશે.
યશોદા
સામંથા રૂથ પ્રભુની ફિલ્મ યશોદા પણ આ લિસ્ટમાં સામેલ છે. સામંથા ઇઈસ ફિલ્મને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ 12 ઓગસ્ટે રિલીઝ થશે. હરેશ નારાયણની આ ફિલ્મમાં સામંથાની સાથે ઉન્ની મુકુંદન મુખ્ય ભૂમિકામાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે