Home> Entertainment
Advertisement
Prev
Next

સલમાન ખાન સાથે જેણે ધૂમ મચાવી હતી તે અભિનેત્રીની પુત્રી કરશે બોલીવુડ ડેબ્યૂ, ગજબની સુંદર છે, જુઓ Photos

સલમાન ખાન સાથે જેણે ધૂમ મચાવી હતી તે અભિનેત્રીની પુત્રી કરશે બોલીવુડ ડેબ્યૂ, ગજબની સુંદર છે, જુઓ Photos

વર્ષ 1989માં રિલિઝ થયેલી ફિલ્મ 'મૈને પ્યાર કિયા' એ દર્શકો સામે માસૂમિયત ભરેલા ચહેરા સાથે એક ખુબસુરત અભિનેત્રી ભાગ્યશ્રી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આપી. આ ફિલ્મ દ્વારા તેણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી અને રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પહેલી જ ફિલ્મ માટે તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. દર્શકો ભાગ્યશ્રીના ઉજ્વળ ભવિષ્યના એક બાજુ સપના જોતા હતા ત્યાં બીજી બાજુ આ અભિનેત્રીએ લગ્ન કરી લેવાનો શોકિંગ નિર્ણય લઈ લીધો. 

fallbacks

fallbacks

ભાગ્યશ્રીએ ચમકતી કરિયર છોડીને લગ્ન કરી લીધા. તેની એક પુત્રી છે અવંતિકા દાસાણી અને પુત્ર છે અભિમન્યુ. અભિમન્યુ તો પહેલા જ અનેક ફિલ્મોમાં જોવા મળ્યો છે. તેણે મર્દ કો દર્દ નહીં હોતા ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી તો નહીં પરંતુ બાદમાં તે દર્શકો વચ્ચે ખુબ ચર્ચિત રહી હતી. અવંતિકા દાસાણીની જો વાત કરીએ તો એવા મીડિયા રિપોર્ટ્સ છે કે તે જલદી બોલીવુડમાં ડેબ્યૂ કરશે. 

fallbacks

અવંતિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. લોકપ્રિયતામાં પણ ઈન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓને માત આપે છે. સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, અનન્યા પાંડે, આલિયા ભટ્ટને પણ ખુબસુરતીના મામલે પાછળ છોડે છે. એટલે સુધી કે અવંતિકા માતા ભાગ્યશ્રીને પણ સુંદરતામાં માત આપે છે. સોશિયલ મીડિયા પર ગ્લેમરસ ફોટા એ વાતના પુરાવા છે. આ ઉપરાંત તે અનેકવાર પ્રોફેશનલ શૂટ્સ પણ કરાવતી જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર અવંતિકાના હજારો ફોલોઅર્સ છે. અવંતિકા દાસાણીની વાત કરીએ તો તે અત્યારે 26 વર્ષની છે. તેને ટ્રાવેલિંગ, ડાન્સિંગ, ફેશન, મિત્રો સાથે પાર્ટી એન્જોય કરવી ગમે છે. 

fallbacks

અવંતિકા માતાની ખુબ નજીક છે. તે હંમેશા માતા સાથેની બાળપણની તસવીરો શેર કરતી રહે છે. અવંતિકા અભ્યાસમાં પણ હોશિયાર રહી છે. તેણે લંડનથી અભ્યાસ કર્યો છે. તથા બિઝનેસ અને માર્કેટિંગની ડિગ્રી લીધી છે. હાલમાં જ તે ફિલ્મ 83ના સ્ક્રિનિંગમાં પરિવાર સાથે પહોંચી હતી. અવંતિકા દાસાણી અચાનક ચર્ચામાં આવી ગઈ છે અને તેનું કારણ છે તેની સુંદરતા અને સ્ટાઈલ.

fallbacks

ભાગ્યશ્રી થોડા સમય પહેલા જ પુત્રી અવંતિકા સાથે એક લગ્નમાં જોવા મળી હતી. અવંતિકાએ લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. જેમાં માતા અને પુત્રી બંને ટ્રેડિશનલ લૂકમાં ખુબ સુંદર લાગતા હતા. અત્રે જણાવવાનું કે એક સમય એવો હતો કે જ્યારે અવંતિકાનું નામ મ્યૂઝિક ડાઈરેક્ટર અનુ મલિકના ભત્રીજા અરમાન મલિક સાથે જોડાયેલું હતું. અવંતિકા જલદી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં પણ એન્ટ્રી મારવાની છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ભાગ્યશ્રીએ કહ્યું હતું કે તેની પુત્રી અવંતિકાએ એક વેબ શો માટે શૂટ કર્યું છે. 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More