Avatar 2 Box Office Collection: ડિસેમ્બર મહિનામાં ત્રણ મોટી ફિલ્મો વચ્ચે બોક્સ ઓફિસ પર સ્પર્ધા જોવા મળી છે. 18 નવેમ્બર 2022 ના રોજ રીલિઝ થયેલી દ્રશ્યમ 2 એક મહિના પછી પણ તેને પક્કડ બનાવી રાખી છે, બીજી તરફ સર્કસના બોક્સ ઓફિસ પર હાલ બેહાલ છે. પરંતુ આ બંને ફિલ્મો વચ્ચે જે ફિલ્મ ભારતની સાથે સાથે વિશ્વભરમાં પણ ખૂબ કમાણી કરી રહી છે તે છે જેમ્સ કેમરુનની હોલીવુડ ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટર છે. 16 ડિસેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે કમાણીના મામલે સર્કસ અને દ્રશ્યમ બંનેની હાલત બગાડી દીધી છે. જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી જ આ ફિલ્મ ખૂબ જ કમાણી કરી રહી છે.
અવતાર 2 હિન્દી ભાષામાં 100 કરોડ ક્લબમાં પ્રવેશવા માટે તૈયાર છે
અવતાર 2 માત્ર તેની મૂળ ભાષા અંગ્રેજીમાં જ નહીં પરંતુ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ સહિત અન્ય ભાષાઓમાં પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી ઓપનિંગ કરી હતી. પહેલા દિવસે જ જેમ્સ કેમરૂનની આ અવતાર લોકોને પસંદ આવી છે. બોક્સ ઓફિસ પર 11 કરોડની કમાણી સાથે ઓપનિંગ કરી હતી.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
વીકેન્ડ સુધી આ ફિલ્મની કમાણી વધી છે પરંતુ વર્કિંગ ડે સોમવાર આવતાની સાથે જ 'અવતાર 2'ની કમાણી ઘટી ગઈ હતી. આ ફિલ્મને રિલીઝ થયાને 12 દિવસ થઈ ગયા છે અને તેના 12માં દિવસે ફિલ્મે બોક્સ ઓફિસ પર તેને સર્કસ કરતાં વધુ કમાણી કરી છે. બીજા મંગળવારે ફિલ્મે 2.92 કરોડની કમાણી કરી હતી અને અત્યાર સુધી માત્ર હિન્દી ભાષામાં જ ફિલ્મે 88.22 કરોડનો બિઝનેસ કર્યો છે.
વિશ્વવ્યાપી ફિલ્મનું કુલ કલેક્શન
જ્યારે હિન્દી ભાષામાં અવતાર 2 100 કરોડની ક્લબથી થોડાક જ ડગલાં દૂર છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં તમામ ભાષાઓમાં ભારતીય બોક્સ ઓફિસ પર 274.95 કરોડનો બિઝનેસ કર્યો છે. Avatar: The Way of Water ની વિશ્વવ્યાપી કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મે અત્યાર સુધીમાં વિશ્વભરમાં લગભગ 8200 કરોડનો બિઝનેસ કર્યો છે અને આ વર્ષની બીજી હોલીવુડ ફિલ્મ છે, જેણે ભારતીય બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી છે. આ ફિલ્મ જે રીતે આગળ વધી રહી છે તે જોતા એમ કહેવું ખોટું નહીં હોય કે જેમ્સ કેમરુંન ફરી એકવાર પોતાના જ અવતારનો રેકોર્ડ તોડવાની તૈયારી કરી રહ્યા છે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે