Home> Entertainment
Advertisement
Prev
Next

'Taarak Mehta' શો માં Babita એ કર્યો Jethalal સાથે ઝગડો, ફૂલોનો બુકે ફેંક્યો અને ઘરની બહાર હાંકી કાઢ્યા

 તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક ખુબજ પોપ્યુલર શો છે. આ શોના દરેક કેરેક્ટરની સ્ટોરી લોકોને યાદ હોય છે. જો તમે પણ આ શોના ચાહક છો તો તમારા માટે જેઠાલાલ (Jethalal) અને બબીતાના (Babita) કનેક્શન વિશે જાણવું જરૂરી છે. આ બંને વચ્ચે એક ખાટો-મીઠો સંબંધ છે, પરંતુ આ સમયે તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ છે.

'Taarak Mehta' શો માં Babita એ કર્યો Jethalal સાથે ઝગડો, ફૂલોનો બુકે ફેંક્યો અને ઘરની બહાર હાંકી કાઢ્યા

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક ખુબજ પોપ્યુલર શો છે. આ શોના દરેક કેરેક્ટરની સ્ટોરી લોકોને યાદ હોય છે. જો તમે પણ આ શોના ચાહક છો તો તમારા માટે જેઠાલાલ (Jethalal) અને બબીતાના (Babita) કનેક્શન વિશે જાણવું જરૂરી છે. આ બંને વચ્ચે એક ખાટો-મીઠો સંબંધ છે, પરંતુ આ સમયે તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ છે.

fallbacks

જેઠાલાલ પર નારાજ બબીતા
બબીતાને (Babita) જેઠાલાલ કેટલું પસંદ કરે છે તે જણાવવાની જરૂરિયાત નથી. પરંતુ એવું તો શું થયું કે, બબીતાએ જેઠાલાલને ઘરથી બહારનો રસ્તો બતાવ્યો. એટલું જ નહીં, બબીતાએ જેઠાલાલ (Jethalal) દ્વારા આપવામાં આવેલા ફૂલના બુકેને પણ ફેંકી દીધો. જેઠલાલ માટે બબીતાની નારાજગી ચાહકોને કદાચ પસંદ આવશે નહીં.

આ પણ વાંચો:- આ રીતે ચાલતો હતો ગંદા Video નો વેપલો, અભિનેત્રી એક પોર્ન વીડિયો માટે આપતી હતી અધધધ..રૂપિયા

જેઠાલાલ ન કરી શક્યા બબીતાની મદદ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) આગામી એપિસોડમાં દર્શકોને જોવા મળશે કે, જેઠાલાલ અને બબીતા વચ્ચે મોટો ઝગડો થાય છે. બબીતા (Babita) અને અય્યરને ઇમરજન્સીમાં કેટલાક ટેબલેટ્સ જોતા હતા. તેથી બબીતાએ જેઠાલાલ પાસે તે ટેબલેટ્સની માંગણી કરી હતી. પરંતુ જેઠાલાલ (Jethalal) સમય પર તે ટેબ્સ બબીતા સુધી પહોંચાડી શક્યા નહીં.

આ પણ વાંચો:- આ એકતરફી પ્રેમની કહાનીઓએ પણ રૂપેરી પડદે રેકોર્ડ બનાવ્યાં

બબીતાએ ગુસ્સામાં કર્યું આ કામ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (Taarak Mehta Ka Ooltah Chashmah) જોવા મળશે કે, બબીતાને જેઠાલાલ પર ખુબજ ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં લાલ બબીતાએ જેઠાલાલને ઘરમાંથી બહારનો રસ્તો દેખાળ્યો. બબીતા (Babita) માટે આ ટેબલેટ્સ સમય પર મળવા ખુબજ જરૂરી હતા. બબીતા અને અય્યરે જેઠાલાલને ગુસ્સામાં ખરી-ખોટી સંભળાવી હતી. એટલું જ નહીં જેઠાલાલે (Jethalal) સોરી કહેવા માટે જે ફૂલનો બુકે બબીતાને આપ્યો હતો તે પણ બબીતાએ તેના ઘરની બહાર ફેંકી દીધો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More