Home> Entertainment
Advertisement
Prev
Next

Kareena Kapoor ની વધી મૂશ્કેલીઓ, આખરે શું કારણ છે કે વિવાદ શાંત થવાનું નામ નથી લેતો

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં (Controversies) છે. તેવામાં તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે

Kareena Kapoor ની વધી મૂશ્કેલીઓ, આખરે શું કારણ છે કે વિવાદ શાંત થવાનું નામ નથી લેતો

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) કરીના કપૂર ખાન છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં (Controversies) છે. તેવામાં તેમની મુશ્કેલીમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. થોડાક દિવસ પહેલા એક ખબર આવી હતી કે કરીના (Kareena Kapoor Khan) પૌરાણિક કથાઓ આધારિત ફિલ્મ સીતામાં (Sita) લીડ રોલમાં કામ કરી શકે છે. જેના માટે કરીનાએ તગડી ફીની પણ માગ કરી છે. આ ખબર પછી કરીના કપૂરના વિવાદ વધી ગયા.

fallbacks

બજરંગ દળ ભડકી ઉઠ્યું
હવે આ વિવાદ એટલો વધી ગયો છે કે બજરંગ દળ (Bajrang Dal) પણ કરીના કપૂર ખાન પર ભડકી ઉઠ્યું છે. નાગપુરમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ કરીના કપૂર ખાનના (Kareena Kapoor Khan) વિરોધમાં જિલ્લા અધિકારીને આવેદન આપી ચેતાવણી આપી છે.

આ પણ વાંચો:- Taarak Mehta: Babitaji ને થઈ ગઈ હતી પુરૂષોથી નફરત, આ હતું મોટું કારણ

બજરંગ દળનું (Bajrang Dal) કહેવું છે કે જો આ ફિલ્મ બની તો તેનો જોરદાર વિરોધ થશે. આ સાથે જ તેઓએ કરીનાની બિકિની (Kareena Bikini Pics) વાળી ફોટોઝ અને અજમેશ શરીફ દરગાહની (Ajmer Sharif Dargah) કેટલીક ફોટોઝને પણ આવેદનની સાથે જિલ્લા અધિકારીને આપી.

આ પણ વાંચો:- શિલ્પા શેટ્ટીને આખરે કેમ કાજોલ અને શાહરૂખથી હતી ઈર્ષ્યા? 28 વર્ષ બાદ થયો મોટો ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હાલમાં જ બજરંગ દળના (Bajrang Dal) એક કાર્યકર્તાનું કહેવું છે કે હિન્દુ સમાજ પર વારંવાર બોલિવૂડ ફિલ્મ્સ બનાવવામાં આવે છે. પહેલા તાંડવ બનાવવામાં આવી જેમા કરીના પતિ સૈફ અલી ખાન હતા. હવે સીતા ફિલ્મ બની રહી છે જેમા કરીના કપૂર ખાન છે. મુસ્લિમ સમાજના લોકો કેમ વારંવાર હિન્દુ કેરેક્ટરમાં જોવા મળે છે? આના કારણે અમારા સમાજને ક્ષતિ પહોંચે છે.

આ પણ વાંચો:- 'હમ દિલ દે ચૂકે સનમ' ના 22 વર્ષ: અજય દેવગણ પોસ્ટ કરી કહ્યું- વિચાર્યું ન હતું કે ઇતિહાસ રચી દેશે

વધુમાં તેઓએ કહ્યું કે આ જિહાદી માનસિક્તા વાળા લોકો છે. આ લોકો હિન્દુ સમાજ માટે અપશબ્દ બોલે છે. અને હિન્દુ સમાજ મારફતે આ લોકો કરોડો રૂપિયા પણ કમાય છે. અમે આ ફિલ્મનો સખત વિરોધ કરીએ છીએ. જો આ ફિલ્મ બની તો તેની સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

આ પણ વાંચો:- Salman અને Aishwarya ની પ્રેમ કહાની કઈ રીતે શરૂ થઈ? તમને પણ નહીં ખબર હોય આ વાત...

કરીનાનો બોયકોટ કરવામાં આવ્યો હતો
મહત્વનું છે કે કરીના કપૂરને આ પહેલા આ રોલ માટે 12 કરોડ રૂપિયા ફી માગવા પર સોશિયલ મીડિયામાં તે ટ્રોલ થઈ હતી. યુઝર્સે તેઓને બોયકોટ કરવાનું શરૂ કરી દિધું હતું. તેવામાં #BoycottKareenaKapoorKhan ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયુ હતું. લોકો કરીના કપૂરને ના માત્ર આ કેરેક્ટરમાં નથી જોવા માગતા પણ આટલી મોટી ફીની માગ પણ લોકોને પસંદ ના આવી.

આ પણ વાંચો:- Shilpa Shetty એ તેના પતિ Raj Kundra વિશે ટીવી શોમાં કર્યો મોટો ખુલાસો

કરીનાને આ ફિલ્મ ઓફર થઈ જ નથી
મહત્વનું છે કે એક બાજુ કરીનાને સીતાના કેરેક્ટરને લઈ અનેક વિવાદોનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે કરીનાને આ રોલની ઓફર ક્યારે થઈ જ નથી. ફિલ્મના લેખક કે. વી. વિજેન્દ્ર પ્રસાદનું કહેવું છે કે કરીનાને ક્યારેય આ ફિલ્મની ઓફર થઈ નથી. તેમની આ પ્રતિક્રિયા હોવા છતાં લોકોનો ગુસ્સો શાંત થઈ જ નથી રહ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More