Home> Entertainment
Advertisement
Prev
Next

બોલીવુડમાં ડેબ્યૂ કરશે બાંગ્લાદેશનો 'SRK', આ અભિનેત્રી સાથે બનશે શાકિબ ખાનની જોડી

Shakib Khan: બાંગ્લાદેશ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શાકિબ ખાન બે દાયકા સુધી ધાલીવૂડમાં ધૂમ મચાવ્યા બાદ હવે ટૂંક સમયમાં બોલિવૂડમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં એક હિન્દી ફિલ્મમાં પર્દાપણકરવા જઈ રહ્યો છે, જેનું શૂટિંગ ગયા વર્ષે ઓક્ટોબર 2023માં વારાણસીમાં શરૂ થયું હતું અને 22 દિવસમાં પૂર્ણ થયું હતું.
 

બોલીવુડમાં ડેબ્યૂ કરશે બાંગ્લાદેશનો  'SRK', આ અભિનેત્રી સાથે બનશે શાકિબ ખાનની જોડી

Shakib Khan Bollywood Debut: બે દાયકાઓથી બાંગ્લાદેશી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ધાલીવુડ પર રાજ કરી રહેલ શાકિબ ખાનને બાંગ્લાદેશનો શાહરૂખ ખાન કહેવામાં આવે છે. તેણે બાંગ્લાદેશની ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તે બોલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. શાકિબ જલ્દી એક હિન્દી ફિલ્મમાં જોવા મળવાનો છે. આ વર્ષે એક્ટરે નવી ભૂમિકા ભજવવાની છે એક બિઝનેસમેનની અને એક રાજદ્વારીની.

fallbacks

આ સિવાય તેને હેલ્થ એન્ડ બ્યુટી બ્રાન્ડ રીમાર્ક અને કોસ્મેટિક બ્રાન્ડ હેરલનના ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે અને હવે તે ભારતમાં બાંગ્લાદેશી સિનેમાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માંગે છે. ખાસ વાત એ છે કે બાંગ્લાદેશ અને ભારત વચ્ચે સંયુક્ત નિર્માણ થશે અને બંગાળી સિવાય આ ફિલ્મ હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થશે. હાલમાં, આ ફિલ્મ વિશે વધુ વિગતો બહાર આવી નથી.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shakib Khan (@theshakibkhan)

આ હશે શાકિબની ફિલ્મનું નામ
કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મનું નામ સાઇકોપેથ હોઈ શકે છે અને તેમાં શાકિબની સાથે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી બોલીવુડમાં ડેપ્યૂ કરનાર શહનાઝ ગિલ જોવા મળી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મનું શૂટિંગ પાછલા સપ્ટેમ્બરમાં વારાણસીમાં શરૂ થઈ હતું, જેને પૂરુ કરી લેવામાં આવ્યું છે.

આ એક્ટ્રેસ જોવા મળશે
નોંધનિય છે કે શહનાઝ ગિલ સિવાય ફિલ્મ માટે પ્રાચી દેસાઈ, નેહા શર્મા અને ઝરીન ખાનનું નામ પણ સામે આવ્યું હતું. બોલીવુડ પર્દાપણ માટે જઈ રહેલા 44 વર્ષીય શાકિબ ખાને વર્ષ 1999માં એક રોમેન્ટિક ફિલ્મ અનંત ભાલોબાશાથી પોતાનું પર્દાપણ કર્યું હતું. તેના કરિયરની સૌથી મોટી ફિલ્મ વર્ષ 2008માં આવેલી પ્રિયા અમર પ્રિયા હતી, જે વર્ષ 2002ની કન્નડ ફિલ્મ અપ્પૂની રીમેક હતી. અત્યાર સુધી શાકિબ અનેક ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More