નવી દિલ્હી: લોકપ્રિય ટેલિવિઝન શો 'કુમકુમ ભાગ્ય' (Kumkum Bhagya) એ બે કલાકારોએ રિયલ લાઇફમાં એકબીજાનો હાથ પકડી લીધો છે. શોમાં આર્યન ખન્નાની ભૂમિકા ભજવવા માટે જાણિતા 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) કંટેસ્ટેંટ જીશાન ખાન (Zeeshan Khan) અને તે શોની તેમની કો-સ્ટાર રેહના પંડિત (Reyhna Pandit) એ આખરે પોતાના સંબંધની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે.
લિપલોકવાળો ફોટો વાયરલ
થોડા સમયથી જીશાન ખાન (Zeeshan Khan) અને રેહના પંડિત (Reyhna Pandit) ના ડેટિંગની અફવાઓ સામે આવી રહી હતી. પરંતુ આ બધા પુરાવાનો સાચા સાબિત કરતાં બુધ્વારે જીશાને સોશિયલ મીડિયા પર પોતાની લેડી લવ સાથે લિપલોક વાળો એક ફોટો શેર કરી સનસની મચાવી દીધી છે. ફોટામાં બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જુઓ આ તસવીરો....
BANK ની ખાસ સ્કીમ! કોવિડમાં બંધ થઇ ગયેલા બિઝનેસને ચપટી વગાડતાં જ મળશે 10 કરોડ રૂપિયા સુધીનો ફાયદો
પોસ્ટમાં કરી પ્રેમની જાહેરાત
જીશાન ખાને આ ફોટાની સાથે એક લાંબી નોટ લખતાં પ્રેમની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે 'મારી સારી મિત્રથી માંડીને મારા જીવનનો પ્રેમ હોવાના નાતે, મારી ખુશી અને મારા મનની શાંતિ થવા માટે ! તમે તે બધુ છો જે મેં કામના કરી... અને વધુ! એક પળ હું તમારી સાથે વિતાવવા માંગુ છું, તમારી હાજરીમાં હું જે પણ શ્વાસ લઉ છું તે મારા દિલને એક પ્રેમથી તરબોળ કરી દે છે. અને હાં મને ખબર છે કે એવા લોકો છે જે શંકા ધરાવે છે અને અનુભવે છે કે આ પ્રકારનો પ્રેમ ખરેખર ન થઇ શકે, પરંતુ લોકો સામાન્ય પર તેમના પર વિશ્વાસ કરતા નથી જે તેમને લાગે છે કે તેમની પાસે ન હોઇ શકે! અને હું ઇચ્છું છું કે દરેક આપણા આ પ્રેમને અનુભવે છે, કારણ કે ઘણું જાદુઇ છે એક કહાનીથી કમ નથી! 'તમે મારા છો અને આ આખી દુનિયાને જણાવો, દરેકને કહો તમે મારી છો! આઇ લવ યૂ બેબી!'.
રેહનાએ કરી કોમેન્ટ
જ્યારે રેહનાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કોઇ પોસ્ટ શેર કરી નથી. તેમણે જીશાનના પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'શર્મી આઇ લવ યૂ જાન બેબી થેંક્યૂ તમારા થવા અને મને હંમેશા માટે તમારો પ્રેમ આપવા માટે. તો રેહાના અને જીશાનના ફેન્સ બંનેની જોડી પર પ્રેમ વરસતો રહ્યો છે. ઇંડસ્ટ્રીના મિત્ર અને ફેન્સ બંનેને શુભેચ્છા આપી રહ્યા છે અને આગ અને દિલના ઇમોઝી કોમેન્ટમાં મોકલી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે