Home> Entertainment
Advertisement
Prev
Next

B'Day: કેમ પડ્યું અક્ષય કુમારનું નામ ખિલાડી, જાણો કેટલીક રોચક વાતો

અક્ષયની પ્રથમ હિટ ફિલ્મ ‘ખિલાડી’ 1992માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ ‘ખિલાડી’ નામ સાથે જોડાયેલી દરેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી

B'Day: કેમ પડ્યું અક્ષય કુમારનું નામ ખિલાડી, જાણો કેટલીક રોચક વાતો

નવી દિલ્હી: બોલીવુડમાં ‘ખિલાડી’ના નામથી જાણીતા અક્ષય કુમારની આજે (રવિવાર) 51મો જન્મદિવસ છે. આજના દિવસે અક્ષય 9 સપ્ટેમબર 1967માં પંજાબના અમૃતસરમાં જન્મ થયો હતો અને તેનું સાચુ નામ રાજીવ હીર ઓમ ભાટિયા છે. બોલીવુડમાં આવ્યા પછી અક્ષયે તેનું નામ બદલી નાખ્યું હતું. અક્ષયે 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. પરંતુ અક્ષય ત્યારથી લઇ અત્યાર સુધી ફિલ્મ જગતમાં ‘ખિલાડી’ અને ‘એક્શન’ હિરો તરેક જાણીતા છે. અક્ષય દર વર્ષે 3-4 ફિલ્મ કરે છે.

fallbacks

fallbacks

અક્ષય કુમારનું નામ ખિલાડી કેમ પડ્યું?
તમને જણાવી દઇએ કે, અક્ષયની પ્રથમ હિટ ફિલ્મ ‘ખિલાડી’ 1992માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ ‘ખિલાડી’ નામ સાથે જોડાયેલી દરેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. અક્ષયે આ 5 ફિલ્મો ‘ખિલાડી’, ‘સબસે બડા ખિલાડી’, ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘ખિલાડિયો કે ખિલાડી’ અને ‘મિસ્ટર્ટર એન્ડ મિસીસ ખિલાડી’ છે. આ કારણે અક્ષય કુમારનું નામ ખિલાડી પડ્યું છે. જોકે અક્ષય કુમારે રોમાંટિક, એક્શન અને કોમેડી ફિલ્મોમાં પણ સારૂ પ્રદર્શન કર્યું છે. અક્ષયે અત્યાર સુધીમાં જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તે દરેક ફિલ્મોથી પ્રેક્ષકોને કઇંક નવુ જ શીખવાડ્યું છે.

અક્ષય કુમારના જીવનમાં એવો પણ સમય આવ્યો હતો જ્યારે એક પછી એક 16 ફિલ્મો તેની ફ્લોપ ગઇ હતી. તેમ છંતા અક્ષયે ક્યારેય પણ પોતાની ફિલ્મોનો ગ્રાફ પૂર રીતે નચી પડવા દીધો નથી અને આજ કારણ છે કે આજે પણ ખિલાડીના રૂપમાં લોકોના દિલમાં સ્થાયી છે. તેણે લગભગ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. જીવનમાં ઘણું સંધર્ષ કર્યા પછી તેને બોલીવુડમાં એત મોટો બ્રેક મળ્યો અને આજે તે ફિલ્મ ઇંડસ્ટ્રીના સુપરસ્ટારની લિસ્ટમાં સામેલ છે. વર્ષમાં સૌથી વધુ ફિલ્મ બનાવનારા સ્ટાર્સમાં પણ નામ સામેલ છે. હાલમાં જ અક્ષય કુમારે ટ્વિટ પર આગામી ફિલ્મ ‘2.0’ના ટીઝરના લોન્ચ થવાની તારીખ શેર કરી હતી. આ ટિઝર 13 સપ્ટેમ્બરે લોન્ચ થઇ રહ્યું છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

‪HUMANS BEWARE!!! #2Point0 teaser in 5 days. ‬ ‪@2point0movie @lyca_productions @dharmamovies

A post shared by Akshay Kumar (@akshaykumar) on

જણાવી દઇએ કે, અક્ષયે આ વર્ષે 2018માં એકથી એક ચડીયાતી ફિલ્મો આપી છે. જેમાં ફિલ્મ ‘પેડમેન’, ‘ગોલ્ડ’ અને આ વર્ષની છેલ્લી ફિલ્મ, ‘2.0’માં ટુંક સમયમાં જોલા મળવાનો છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે રજનીકાંત અને એમી જેક્સન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને એશ શંકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ વર્ષના અંતે 29 નવેમ્બરે રિલીઝ થવાની છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More