નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર (Kareena Kapoor) હંમેશા ચર્ચામાં રહે છે. કરીના બોલવામાં એકદમ બોલ્ડ છે અને પોતાની વાતો ખુબ સહજતાથી લોકો સામે રજુ કરી જાણે છે. કરીના અને સૈફ અલી ખાન બોલીવુડના પાવર કપલ પણ છે. બંનેના ફેન્સ તેમની લવ લાઈફ વિશે જાણવા માટે પણ ખુબ ઉત્સુક રહે છે. લોકો જાણવા માંગે છે કે બંનેનું બોન્ડિંગ કેવું છે. હવે કરીનાએ એવી વાત કરી છે તેના ફેન્સ પણ ચોંકી ગયા છે. કરીનાએ પોતાના બેડરૂમ સિક્રેટને ઉજાગર કરી દીધુ છે.
કરીનાને બેડરૂમમાં જોઈએ આ 3 વસ્તુઓ
હાલમાં જ કરીના કપૂરે ડિસ્કવરીના શો Star VS Food નું શુટિંગ પૂરું કર્યું હતું. જે આજે 15 એપ્રિલના રોજ પ્રસારિત થશે. આ શોમાં કરીનાએ પોતાના એક સિક્રેટનો ખુલાસો કર્યો છે. કરીનાએ જણાવ્યું કે તેને બેડ પર કઈ 3 વસ્તુઓ મળે તો જ તે સૂઈ જાય છે. કરીનાએ કહ્યું કે 'મને બેડ પર 3 વસ્તુઓ જોઈએ. વાઈનની બોટલ, પાઈજામો અને સૈફૂ.' કરીનાનો આ જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા હતા. એટલું જનહીં કરીનાએ વાતચીતમાં આગળ કહ્યું કે મને લાગે છે કે તેનાથી સારો જવાબ બીજો કોઈ હોઈ શકે નહીં. મને તેના માટે પ્રાઈઝ મળવું જોઈએ.
Viral News: પાણીપુરી ખાવાના શોખીનો જરા ચેતી જજો, ફોટો જોઇને ઉડી જશે હોશ
ઈન્ડસ્ટ્રીનું પાવર કપલ છે સૈફીના
અત્રે જણાવવાનું કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના લગ્નને લગભગ આઠ વર્ષ વીતી ગયા છે. બંને વચ્ચે ગજબની કેમિસ્ટ્રી છે જે હજુ પણ પહેલા જેવી જ છે. બંને બે પુત્રોના પેરેન્ટ્સ છે. આ બંનેના ફેન્સ આ કપલને પ્રેમથી સૈફીના તરીકે બોલાવે છે. બંને અનેક ફિલ્મોમાં સાથે જોવા મળી ચૂક્યા છે.
જ્યારે Rani Mukherji ની ઇચ્છા ન હોવાછતાં પણ સૈફે કરી હતી KISS, સીન પહેલાં થઇ હતી આ વાતો
ઓટીટી પર કરીનાની શરૂઆત
શો Star VS Food ની વાત કરીએ તો શોમાં કરીનાની મિત્ર મલાઈકા અરોડા પણ જોવા મળશે. તેની સાથે અર્જૂન કપૂર, કરણ જૌહર અને પ્રતિક ગાંધી પણ જોવા મળશે. આ શોનો પ્રોમો વીડિયો કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો. આ શોથી કરીના ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યુ કરી રહી છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તે જલદી આમીર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. છેલ્લે તે અક્ષયકુમાર સાથે ગુડન્યૂઝમાં જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે