Home> Entertainment
Advertisement
Prev
Next

Best Romantic Film: આ ફિલ્મ જોઈ લેશો તો ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ રહી હીટ

Superhit Romantic Film: તાજેતરમાં જ સનમ તેરી કસમ ફિલ્મ ફરીથી રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ લોકોને એટલી પસંદ પડી કે તેની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. જો તમને પણ આ ફિલ્મ ગમે હોય તો આજે તમને સાઉથની એક એવી રોમાંટિક ફિલ્મ વિશે જણાવીએ જેને જોતાંજોતા તમને પણ રડવું આવી જ જશે...
 

Best Romantic Film: આ ફિલ્મ જોઈ લેશો તો ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ રહી હીટ

Superhit Romantic Film:  ફિલ્મોની બાબતમાં દરેક વ્યક્તિની ચોઈસ અલગ અલગ હોય છે. ઘણા લોકોને હોરર ફિલ્મ ગમે છે તો ઘણા લોકોને એક્શન ફિલ્મો ગમે છે. અલગ અલગ જોનરની ફિલ્મો જોનાર વર્ગમાં સૌથી મોટો વર્ગ એ હોય છે જેમને રોમેન્ટિક ફિલ્મો જોવી ગમે છે. રોમેન્ટિક ફિલ્મોનો સમય ક્યારે પૂરો થતો નથી. જો તમે પણ રોમેન્ટિક ફિલ્મો જોવાના શોખીન છો તો આજે તમને સાઉથની એક એવી ફિલ્મ વિશે જણાવીએ જેને જોયા પછી તમે સનમ તેરી કસમ, રાંજણા, આશિકી જેવી ફિલ્મોને પણ ભૂલી જશો. 

fallbacks

આ પણ વાંચો: Mysterious Film: OTT ની સૌથી રહસ્યમયી ફિલ્મ, પહેલા સીનથી જ શરૂ થઈ જશે સસ્પેન્સ

આ ફિલ્મને અત્યાર સુધીની સૌથી રોમેન્ટિક ફિલ્મ પણ કહેવામાં આવે છે. આ ફિલ્મની લવ સ્ટોરી એટલે દમદાર છે કે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ હતી તો તેણે કરોડોની કમાણી કરી હતી. આ  માત્ર 18 કરોડના ખર્ચે બની હતી અને તેની કમાણી 50 કરોડથી વધુની હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી અને તેની બે રિમેક પણ બની ચૂકી છે. ખાસ વાત એ છે કે ફિલ્મની બે રિમેક પણ હિટ સાબિત થઈ છે. આ ફિલ્મને ભારતની સૌથી બેસ્ટ રોમેન્ટિક ફિલ્મોમાં ગણવામાં આવે છે.

આ પણ વાંચો: હોરર-સસ્પેંસથી ભરપુર આ ફિલ્મ છે ફુલ પૈસા વસુલ, ફિલ્મ જોશો ત્યાં સુધી જીવ અદ્ધર રહેશે

જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે છે 96. 96 ફિલ્મ 7 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી અને તેને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. વર્ષ 2018 માં રિલીઝ થયેલી 96 ફિલ્મ એક તમિલ રોમેન્ટિક ફિલ્મ છે. આ ફિલ્મ હિન્દીમાં તમને ઓટીટી પ્લેટફોર્મ અને યુટ્યુબ બંને પર જોવા મળશે. ફિલ્મના મુખ્ય કલાકાર છે વિજય સેતુપતિ અને તૃષા કૃષ્ણન. જેમનું ફિલ્મમાં નામ રામ અને જાનુ હોય છે. બંને 1996 ની બેચના વિદ્યાર્થીઓ હોય છે. નાનપણથી જ બંને એકબીજાને પસંદ કરે છે. પરંતુ કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાય છે કે બંનેના રસ્તા અલગ થઈ જાય છે અને જાનુના લગ્ન અન્ય કોઈ સાથે થઈ જાય છે. 

આ પણ વાંચો: 15 વર્ષે જ પરણી જવાની હતી એકતા, પણ જીતેંદ્રએ કહી એવી વાત કે દીકરીએ માંડી વાળ્યા લગ્ન

વર્ષો પછી જ્યારે બંને ફરીથી મળે છે તો તેમની વચ્ચેની યાદો તાજી થાય છે અને વાતચીત દરમિયાન કેટલાક એવા ખુલાસા થાય છે જે તેમના પ્રેમને પણ ઉજાગર કરે છે. આ ફિલ્મ ઈમોશન્સથી ભરપૂર છે. ફિલ્મ જોતા જોતા તમારી આંખો પણ ભીની થઈ જશે. 

આ પણ વાંચો: Movies: સૌથી લાંબા કિસીંગ સીનવાળી 5 ફિલ્મો, 92 વર્ષ જૂની ફિલ્મમાં 4 મિનિટનું લિપ લોક

આ ફિલ્મની સફળતા પછી તેની બે રિમેક પણ બનાવવામાં આવી. જેમાં એક કન્નડ ભાષામાં અને એક તેલુગુ ભાષામાં ફિલ્મ બની હતી. કન્નડ ભાષાની ફિલ્મનું નામ 99 રાખવામાં આવ્યું જે 2019 માં રિલીઝ થઈ હતી. જ્યારે તેલુગુ ભાષામાં 2020માં જાનુ નામથી આ ફિલ્મની રિમેક બની હતી જેમાં સામંથા રુથ પ્રભુ મુખ્ય ભૂમિકામાં હતી. 

આ પણ વાંચો: અમિતાભ બચ્ચન જ નહીં રેખાના અફેરનું લિસ્ટ લાંબુ છે 13 વર્ષના નાના હીરો સાથે હતું અફેર

જો તમે રોમેન્ટિક ફિલ્મો જોવાનું પસંદ કરો છો તો 96 ફિલ્મ એકવાર જરૂરથી જોજો. આ ફિલ્મની સ્ટોરી તમારા હૃદયને પણ સ્પર્શી જશે. જો તમે તમારા પાર્ટનર્સ સાથે કોઈ સારી રોમેન્ટિક ફિલ્મ જોવા માંગો છો તો આ ફિલ્મ બેસ્ટ ઓપ્શન રહેશે ફિલ્મમાં ફક્ત લવ સ્ટોરી જ નહીં પરંતુ પ્રેમ અને જુદાઈની લાગણીને પણ સારી રીતે દેખાડવામાં આવી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More