નવી દિલ્હીઃ નાના પડદાની જાણિતી હસ્તી અને કોમેડિયન ભારતી સિંહે (Comedian Bharti Singh) આખરે તેના ચાહકોને ખુશખબર આપી છે. તમને જણાવી દઈએ કે ભારતીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રેગ્નન્સી (Pregnancy) ના સમાચાર આપ્યા છે. તેમણે પોતે જ આ ખુશીની જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં તેમના ઘરમાં કિલકારી ગુંજી ઉઠશે.
આ અંદાજમાં શેર કર્યો વિડિયો
તમને જણાવી દઈએ કે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો શેર કરતી વખતે ભારતીએ લખ્યું હતું કે 'આ અમારું સૌથી મોટું સરપ્રાઈઝ હતું, રોકાવ અને હવે સબસ્ક્રાઈબ કરો.' ભારતીએ આ વીડિયો શેર કરતાની સાથે જ આ સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા હતા અને હવે મોટા સેલેબ્સ અને ફેન્સ અભિનંદન આપી રહ્યા છે.
સમાચારો અનુસાર, ભારતીનો આ પ્રારંભિક તબક્કો છે, તેથી તેણે તમામ કામમાંથી બ્રેક લીધો છે. એટલું જ નહીં, સ્વસ્થ ગર્ભાવસ્થા માટે કોમેડિયન ભારતીએ પોતાનું વજન ઘટાડ્યું હતું. આ સાથે, જો વર્કફ્રન્ટની વાત કરીએ તો, ભારતી અને હર્ષ નાના પડદાના પ્રખ્યાત કોમેડિયન અને એન્કર છે. હાલમાં ભારતી કપિલ શર્માના શો ધ કપિલ શર્મા શોમાં કામ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે